જામનગરના ટી.એમ.ત્રિવેદી, સી.ટી.લાધાણી અને જામજોધપુરના આર.બી.બારૈયાને ચાર્જશીટ અપાયું
પીજીવીસીએલના તંત્રમાં ધીરે-ધીરે સુધારો આવતો જાય છે, કર્મચારીઓ સામે આકરા પગલા લેવાની કાર્યવાહી શરુ થઇ ગઇ છે, તાજેતરમાં કેટલાક કર્મચારીઓ અધિકારીઓએ આર.ટી.આઇમાં પીજીવીસીએલની કેટલીક ન આપવા જેવી ગોપનીય માહિતી આપી દેતાં ૧૧ જેટલા કર્મચારીઓ-અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવી છે જેમાં જામનગરના ૨ અને જામજોધપુરના ૧ કર્મચારીનો સમાવેશ થાય છે. આ કારણદર્શક નોટીસ મળતા જ અધિકારીઓમાં પણ રોષની લાગણી ફેલાઇ છે અને ફરીથી પીજીવીસીએલ સામે અધિકારી અને કર્મચારી વિરોધનું બુંગીયું ફુંકશે તેમ લાગે છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની પીજીવીસીએલની વડી કચેરી સામે વિદ્યુત સહાયકની ભરતી કરવાના મામલે આંદોલન કરવામાં આવ્યું હતું, આ અંગે વિજ તંત્ર દ્વારા ૧૧ કર્મચારી-અધિકારીઓ સામે કારણદર્શક નોટીસ આપી ખુલાસો પુછવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત પ્રમાણે ૪૫ ડીવીઝનમાંથી માહિતી અધિકાર હેઠળ કેટલી જગ્યા ખાલી છે ? જે અંગે માહિતી માંગવામાં આવી છે જેમાં ૩૩ ડીવીઝનમાંથી જવાબ આપવામાં આવ્યો હતો જયારે ૧૨ ડીવીઝનમાંથી ગોપનીય માહિતી હતી તે પણ આપી દેવામાં આવી હતી, જેને લીધે ધરણા, સુત્રચાર જેવા આંદોલનો થયા હતાં.
આમાના એક કર્મચારીને નોટીસ બાદ તેનો જવાબ માન્ય રખાયો છે, જયારે જામનગર સી.ટી.લાધાણી, ટી.એમ.ત્રિવેદી અને જામજોધપુરના આર.બી.બારૈયાને પણ નોટીસ આપતા જામનગર પીજીવીસીએલમાં પણ ગણગણાટ શરુ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech