બેટ-દ્વારકામાં પણ 55 આસામીઓને નોટીસ
યાત્રાધામ દ્વારકામાં ચાલતા અવિરત વિકાસકાર્યોમાં આગામી સમયમાં સરકાર દ્વારા કોરિડોરના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ શરૂ કરનાર હોય, દ્વારકામાં વિવિધ સ્તરે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં વખતોવખત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી પણ પાછલા વર્ષોમાં કરવામાં આવી છે.
ત્યારે વધુ એકવાર તંત્ર દ્વારા હાથી ગેઈટ સામેના વિસ્તારમાં 400 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટીસ ફટકારાયા બાદ એકાદ બે દિવસમાં ડેપ્યુટી કલેકટર, નગરપાલીકાના ચીફ ઓફીસર તથા વહીવટીતંત્ર દ્વારા સંયુકત રીતે કડક કાર્યવાહીરૂપ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
જ્યારે યાત્રાધામ દ્વારકાની સાથોસાથ બેટ દ્વારકામાં પણ તંત્ર દ્વારા પંચાવન જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેઓ સાથે જનસુનાવણી કરી, ડોકયુમેન્ટ વેરીફીકેશન રીમાઈન્ડર નોટીસ વિગેરે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ ચર્ચા પણ રહ્યું છે. તે જોતા આગામી દિવસોમાં બેટ દ્વારકામાં પણ કડક કાર્યવાહી થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech