જંતુનાશક દવા બનાવતા ૧૦૭ એકમોને નોટિસ, રૂા.૮૯.૧૭ લાખનો જથ્થો જજપ્ત

  • September 01, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્કવોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્કવોર્ડ દ્રારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાયના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ ૯૧ નમુનાઓ લેવાયા છે અને તે પૈકી ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત .૩૮૯.૧૭ લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.વધુમાં રાયનાં કુલ ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવાનાં ઉત્પાદક એકમોમાં ઓચીંતી તપાસ કરવા માટે સ્કવોર્ડની રચના કરી કુલ ૩૭ અધિકારીશ્રીઓને આકસ્મિક તપાસની કામગીરી સોંપવામાં આવી હતી. આ સ્કવોર્ડ દ્રારા તા.૭ અને ૮ ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં કુલ ૩૨૦ જંતુનાશક દવા ઉત્પાદક એકમોમાં તપાસ કરવામાં આવી. જે દરમ્યાન જંતુનાશક દવાનાં કુલ ૮૪ નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં ૭ નમુનાઓ મળી કુલ ૯૧ નમુનાઓ લેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આ ઓચિંતી તપાસ દરમિયાન જોવા મળેલી વિવિધ પ્રકારની વિસંગતતા અનુસંધાને વિવિધ ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપવામાં આવી છે તેમજ અંદાજીત .૩૮૯.૧૭ લાખની કિંમતનો ૫૧,૪૨૬ કિગ્રાલિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. ચાલુ ખરીફ ઋતુમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ સમય અંતરે આયોજન કરવામાં આવનાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application