જેતપુરના સાડીઉદ્યોગના કેમિકલવાળા પાણી પોરબંદરના દરિયામાં વહાવવાના પ્રોજેકટ ઉપરાંત સમગ્ર ગુજરાતના દરિયામાં સાત જગ્યાએ પાઇપલાઇનો નાખીને કંપનીઓના કદડા દરિયામાં વહાવવામાં આવશે તેથી આ મુદ્ે હવે લોકજાગૃતિ અનિવાર્ય છે તેમ જણાવી પોરબંદરમાં બાર એસો.ના સભ્યો સહિત એડવોકેટો સાથે બેઠક યોજીને ‘સેવ પોરબંદર સી’ દ્વારા આ મુદ્ે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
પોરબંદરમાં ખાતે ‘સેવ પોરબંદર સી ’ દ્વારા કોર્ટમાં બાર એસોસીએશનની મુલાકાત લેવામાં આવી અને તેમને જેતપુરના પ્રદૂષિત પાણીથી થતા ગેરફાયદાઓ અને હાલની તે લોકોની પરિસ્થિતિ અંગે ડો. નુતનબેન ગોકાણી અને આગેવાનોએ વાકેફ કર્યા હતા.આ મીટીંગ અંતર્ગત સમસ્ત ખારવા સમાજ ગુજરાતના પ્રમુખ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તેમની ટીમને પણ ડો. નૂતન બેન ગોકાણી દ્વારા આમંત્રણ અપાયું હતું .
કાર્યક્રમની શઆત વકીલ ભરતભાઈ લાખાણી દ્વારા કરવામાં આવી અને તેમણે દરેક વકીલ મિત્રોને સભ્યોની ઓળખાણ આપી અને તે લોકોના સાથ આપવા અપીલ કરી. ત્યારબાદ પવનભાઈ શિયાળ દ્વારા વકીલ મિત્રોને આ યોજનાથી ખારવા સમાજને શું શું નુકસાન થશે તે દર્શાવ્યું અને આ પાણી શહેરમાં ભૂગર્ભમાં આવશે તો પોરબંદરની જનતાને શારીરિક તકલીફો થશે. કેન્સર જેવી અઘરી બીમારીઓ પણ આ પાણીથી થશે. તેમણે જણાવ્યું કે આ યોજના હવે માત્ર જેતપુર થી પોરબંદરની નથી રહી પણ ૮,૩૨૧ ના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સાત જગ્યાએ આ પાઇપલાઇન નખાશે અને સમગ્ર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો પ્રદુષિત થશે જે માછીમાર સમાજ માટે મૃત્યુઘંટ સાબિત થશે આથી જ તેમણે તમામ વકીલોના અપીલ કરી કે આપ જેવા હોશિયાર અને બુદ્ધિશાળી લોકો અમારા આંદોલનના એક નવી જ દિશા આપી શકે અને આપનો સાથ અને માર્ગદર્શન ખૂબ મહત્વ નું રહેશે.
‘સેવ પોરબંદર સી’ ના સભ્ય ડોક્ટર નુતનબેન ગોકાણીએ જણાવ્યું કે અમો સતત ૧૧૦૦ દિવસથી આ અભિયાન ચલાવી રહ્યા છીએ હવે આ સમગ્ર યોજના ખૂબ થઈ રહી છે ત્યારે આપણે ન જાગ્યા તો સમાજ અને આવતી પેઢી માટે અને લોકો માટે ખૂબ નુકસાનકારક સાબિત થશે આ યોજનામાં રોજનું ચારથી છ કરોડ લિટર પાણી દરિયામાં વહાવશે જેને તે લોકો ટ્રીટ કરેલું પાણી કહે છે પણ જો તે પાણી ટ્રીટ કરે અને લગભગ ૨૫૦ ટી.ડી.એસ. જેટલું ચોખ્ખું કરે તો પાણી દરિયામાં શા માટે નાખે છે. આ પાણી રિસાયકલ કરી ફરી થી તેમણે જ વાપરવું જોઈએ. કારણ કે રોજનું ચારથી છ કરોડ લિટર પાણી ભૂગર્ભમાંથી કાઢે તો આખા વિસ્તારના ભૂગર્ભનું પાણી બચશે?તેમણે સમગ્ર બાર એસોસીએશન તથા પ્રમુખ વકીલ શિંગરખિયા, નિલેશ ભાઈ જોશી તથા તેમની ટીમનો આભાર માનેલો.
અંત માં ભારતભાઈ લાખાણી તથા તમામ વકીલ મિત્રો એ આ આંદોલન ને જમણો હાથ ઊંચો કરી સમર્થન આપ્યુંઅને વચન આપ્યું કે કદાચ એક દિવસ તો શું એક મહિનો પણ કામધંધા બંધ રાખવા પડે તો રાખશું પણ આ ઝેરી પાણી તો નહિ જ આવવા દઈએ.તેવી ખાત્રી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech