માત્ર ભારત જ નહીં  આ 5 દેશો પણ 15 ઓગસ્ટે આઝાદીની કરે છે ઉજવણી

  • August 13, 2024 05:29 PM 

શું તમે જાણો છો કે 15મી ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી? બહુ ઓછા લોકો જાણે છે કે વિશ્વના અન્ય 5 દેશો પણ આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભારત દેશની જેમ આઝાદીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે.

1) દક્ષિણ કોરિયા
ભારતની જેમ દક્ષિણ કોરિયાને પણ 15મી ઓગસ્ટે આઝાદી મળી હતી. તેને 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મળી હતી. આ દિવસ દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા અને સોવિયત સેનાએ કોરિયાને જાપાનના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.






2) ઉત્તર કોરિયા
દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયાને પણ 15મી ઓગસ્ટે આઝાદી મળી હતી. 1945માં તે જ દિવસે તેને જાપાની કબજામાંથી આઝાદી પણ મળી હતી. ઉત્તર કોરિયામાં પણ 15 ઓગસ્ટે રજા હોય છે. બંને દેશોએ એક સાથે જાપાની કબ્જામાંથી મુક્તિ મેળવી, પરંતુ આઝાદીના ત્રણ વર્ષ પછી બંનેના ભાગલા પડ્યા અને બંને અલગ દેશ બની ગયા.


3) બહેરીન
તે જ દિવસે 15 ઓગસ્ટના રોજ બહેરીન પણ બ્રિટનથી મુક્ત થયું હતું. તેને 15 ઓગસ્ટ 1971ના રોજ આઝાદી મળી હતી. જો કે, બ્રિટિશ દળોએ 1960 ના દાયકાથી બહેરીન છોડવાનું શરૂ કર્યું. 15 ઓગસ્ટના રોજ  બંને દેશો વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બહેરીને એક સ્વતંત્ર દેશ તરીકે બ્રિટન સાથે સંબંધો જાળવી રાખ્યા હતા.



4) લિક્ટેંસ્ટાઇન

15 ઓગસ્ટ 1866ના રોજ લિક્ટેંસ્ટાઇનને જર્મનીના કબ્જામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. 1940 થી વિશ્વના સૌથી નાના દેશોમાંના એક લિક્ટેંસ્ટાઇન પણ આ દિવસે ભારતની જેમ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે.



5) ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો
15 ઓગસ્ટ  1960ના રોજ આફ્રિકન દેશ કોંગો ફ્રાન્સથી સ્વતંત્ર થયો હતો. આ પછી તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો બન્યું. જ્યારે તે ફ્રાન્સના કબ્જા હેઠળ હતું ત્યારે તેને ફ્રેન્ચ કોંગો તરીકે ઓળખવામાં આવતું હતું. ફ્રાન્સે 1880થી કોંગો પર જબ્જો જમાવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application