ખેડૂત રજિસ્ટ્રેશનની સુરેન્દ્રનગર–દ્રારકા સહિતના પાંચ જિલ્લામાં ૫૦ ટકા કામગીરી પણ થઈ નથી

  • February 13, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં ખેડૂત નોંધણીની પ્રક્રિયામાં પાંચ જિલ્લાની કામગીરી ૫૦% થી નીચે રહેવા પામી છે અત્યાર સુધીમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો રાયમાં સરેરાશ ૫૪% કામગીરી થવા પામી છે કૃષિ વિભાગના સૂત્રોની જણાવ્યા અનુસાર રાયમાં પાંચ જિલ્લા એવા છે યાં હજુ ખેડુત રજીસ્ટ્રેશનની કામગીરી ૫૦ ટકા કરતા પણ ઓછી છે. આવા જિલ્લાઓમાં અરવલ્લી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્રારકા, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થાય છે.
રાયમાં ખેડૂત રજીસ્ટ્રેશન અંતર્ગત માત્ર ૫૪.૮૩ ટકા કામગીરી થઈ હોવાથી રાય સરકાર ચિંતિત બની છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરાય છે ૩૧મી માર્ચ ૨૦૨૫ પહેલાં તમામ કામગીરી કરવા માટે ડેડ લાઈન નક્કી કરવામાં આવી છે આ માટે રાયના મહેસુલ વિભાગને નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂત રજીસ્ટ્રેશન માટે રાયને સ્પેશિયલ આસિસ્ટન્ટ જાહેર કરેલ છે. સદર એસસીએનો લાભ રાયને મળે તે માટે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૧૦૦ ટકા કામગીરી કરશે તેમને જ લાભ મળશે.
રાય સરકારે મહેસુલ વિભાગને તાકીદ કરતા જણાવ્યું છે કે, ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા કલેકટરો અને ડી.ડી.ઓ. સાથે વિડિયો કોન્ફરન્સ યોજી કામગીરીનો સતત થવી જોઈએ રાયમાં પાંચ જિલ્લા એવા છે યાં હજુ ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ૫૦ ટકા કરતા પણ ઓછી છે. આવા જિલ્લાઓમાં અરવલ્લી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્રારકા, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થાય છે.
કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે રાયના ૧૮૩૬૭ ગામોમાં ૨,૫૮,૨૭,૯૩૯ ખેડૂત ખાતેદારો છે. જે પૈકી પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ૬૫,૯૦,૦૭૪ છે. ફેબ્રુઆરીના પ્રથમ સાહ સુધીમાં ૩૬,૧૩,૫૦૭ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં સેલ્ફ રજીસ્ટ્રેશન૧૯,૭૧,૯૯૮ થયું છે. યારે ઈગ્રામ થકી ૧૫,૧૬,૭૩૨ ખેડૂતો અને સીએસસી દ્રારા ૪૨,૪૭,૭૬ નું રજીસ્ટ્રેશન થયું છે. ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application