પોરબંદર નજીકના ૧૯૨ ચોરસ કિ.મી.ના એરિયામાં ફેલાયેલા બરડા જંગલમાં સિંહ કુદરતી રીતે વસવા માટે આવ્યો છે અને ભવિષ્યમાં લોકો સિંહદર્શન પણ કરી શકે તેવી શકયતાઓ છે.
પરંતુ તેમાં પણ હાલપૂરતી ચોકકસ એરિયામાં સિંહનું દર્શન થઇ શકે તેવી કોઇ શકયતા નથી અને જે રીતે દેવળિયા પાર્કમાં ફેન્સીંગ કરેલી હોવાથી ચોકકસ જગ્યાએ સિંહનું દર્શન થાય છે તેવી વ્યવસ્થા બરડા જંગલમાં નકકી થઇ નથી તેથી દિવાળી પહેલા બરડા જંગલમાં સફારીનો શુભારંભ થવાનો છે પરંતુ તેને સિંહદર્શન માટેની સફારી કહી શકાય નહીં તેવુ જણાવવામાં આવ્યુ છે. તેને માત્ર બરડા જંગલ સફારી તરીકે ગણવામાં આવશે આમ છતાં નસીબજોગે સિંહ નજરે ચડી જાય તો પર્યટકોના સદ્નસીબ ગણવા તેવું પણ માની શકાય છે.
દિવાળી પહેલા બરડા જંગલ સફારીનો શુભારંભ
છેલ્લા કેટલાક દિવસોથી બરડા જંગલમાં સફારી શ થવા અંગેની ચર્ચાઓ ચાલતી હતી તેમાં અંતે વનવિભાગે વિધિવત રીતે સ્પષ્ટતા સાથેની માહિતી આપતા જણાવ્યુ છે કે ટૂંક સમયમાં ગુજરાત વનવિભાગ દ્વારા નાગરિકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહ્યો છે.
ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી થશે શઆત
પોરબંદર વનવિભાગે જણાવ્યા પ્રમાણે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફેલાયેલો છે અને તેથી ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જ્યાંથી કીલેશ્ર્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે છે ત્યાંથી આ બરડા જંગલ સફારીનો શુભારંભ થશે.
૨૭ કિ.મી.નો ટ
વન વિભાગ દ્વારા જે જંગલ સફારી શ થવા જઇ રહી છે તેના વિશે પણ માહિતી આપતા વનવિભાગે જણાવ્યુ છે કે અંદાજે ૨૭ કિ.મી.નો બરડા સફારીનો ટ રહેશે. જેમાં કપુરડીથી શઆત થઇને ત્યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્ર્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે.
ચોકકસ પ્રકારની જીપ્સીની સુવિધા
બરડા જંગલ સફારીના ટ ઉપર જવા માટે છ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી વનવિભાગની ચોકકસ પ્રકારની ઓપન જીપ્સી મૂકવામાં આવશે જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમીટ ફી ૪૦૦ ા. અને ગાઇડ ફી ૪૦૦ ા. તેમજ જીપ્સીની ફી ૨૦૦૦ ા. રાખવામાં આવી છે.
સ્થળ પર બુકીંગ
ટિકિટનું બુકીંગ કપુરડીના નાકેથી ઓફલાઇન મોડ મારફતે શ કરવામાં આવશે અને સફારી માટેની પરમીટ પણ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓની સલામતી અને જાગૃતતા માટે ગાઇડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેની સાથોસાથ સફારી ટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સુચનાઓ દર્શાવતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે જેનો પ્રવાસીઓ દ્વારા અમલ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
આમ, પોરબંદર નજીકના બરડા ડુંગરમાં બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહ્યો છે ત્યારે તેનાથી પોરબંદરવાસીઓમાં અને વન્ય પ્રાણીપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech