આલિયા, કરીના, કેટરીના ને મ્હાત આપી દીપિકા સૌથી વધુ ફી લેતી અભિનેત્રી જાહેર થયી છે ત્યારે હવે સૌથી મોંઘા અભિનેતાના નામ ની જાહેરાત કરવામાં આવી છે અને સલમાન કે આમીર નહી, શાહરુખ ખાન ભારતનો સૌથી મોંઘો સુપસ્ટાર બની ગયો છે. એક ફિલ્મની ફી સલમાન અને આમિર ખાન કરતા પણ વધારે લે છે. આમ, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા સ્ટાર્સને પણ માત આપે છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર શાહરુખ ખાનનો સિક્કો જોરદાર ચાલે છે. ગયા વર્ષે શાહરુખ ખાનની બેક ટૂ બેક પઠાન, જવાન અને ડંકી જેવી 3 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જો કે હવે કિંગ ખાને એક રેકોર્ડ પોતાના નામે દર્જ કરી દીધો છે. વર્ષ 2024ના હાઇપેસ્ટ પેડ એક્ટર બની ગયા છે. ફીસના મામલામાં આમિર ખાન, સલમાન ખાન અને રજનીકાંત સહિત સાઉથ સિનેમાના મોટા સુપરસ્ટાર્સને પણ પાછળ પાડી દીધા છે. જો કે ટોપ 10 ના હાઇપેસ્ટ પેડ એક્ટર્સના લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું નામ પણ શામેલ નથી. ડેટા આધાર પર ફોર્બ્સે હાઇએસ્ટ પેડ સ્ટાર્સનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં ટોપ પર શાહરુખ ખાન છે. કિંગ ખાન એક ફિલ્મના 150 કરોડથી લઇને 250 કરોડ રૂપિયા સુધીની ફી ચાર્જ કરે છે. શાહરુખ પછી બીજા નંબર પર સુપરસ્ટાર રજનીકાંત છે. જ્યારે 150-210 કરોડ રૂપિયાની વચ્ચે ફી લે છે. આ લિસ્ટમાં થલાપતિ વિજય ત્રીજા સ્થાન પર છે. રિપોટ્સ અનુસાર એમની એક ફિલ્મમાં કામ કરવાની ફી 130 કરોડથી લઇને 200 કરોડ રૂપિયા સુધીની છે.
લિસ્ટમાં પ્રભાસને મળ્યું ચોથુ સ્થાન
સુપરસ્ટાર પ્રભાસ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. એક્ટર 100 કરોડથી લઇને 200 કરોડ રૂપિયા સુધીની ફી વસુલે છે. પાંચમા નંબર પર આમિર ખાન છે. જાણકારી અનુસાર મિસ્ટર મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી જાણીતા એક્ટર એક મુવી માટે 100-175 કરોડ રૂપિયા સુધીની ફી વસુલે છે. છઠ્ઠા નંબર પર સલમાન ખાનનું નામ છે જે 100 કરોડ રૂપિયાથી લઇને 150 કરોડ રૂપિયા સુધીની ફી વસુલે છે.
સુપરસ્ટાર કમલ હાસન 7માં નંબર પર છે, જેની ફી 100 કરોડથી લઇને 150 કરોડ રૂપિયાની વચ્ચે છે. અલ્લુ અર્જૂન 100 કરોડથી લઇને 125 કરોડ રૂપિયા સુધીની ફી વસુલે છે. અક્ષય કુમાર 9માં સ્થાન પર અને એક્ટર અજીત કુમાર 10માં નંબર પર છે. માનવામાં આવી રહ્યું છે કે અક્ષય 60 કરોડ રૂપિયાથી લઇને 140 કરોડ સુધી ફી ચાર્જ કરે છે. અજિત કુમાર એક ફિલ્મના લગભગ 105 કરોડ રૂપિયા ફી વસુલે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech