તા.25 થી 5 જૂન સુધી ફરીથી આકાશમાંથી અંગારા વરસશે: ગરમી હોવા છતાં કલેકટર કચેરી દ્વારા અપાતા આશ્ર્ચર્યજનક આંકડા
સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી હજુ ત્રણ દિવસ છે, જયારે જામનગર પંથકમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી નજીક પહોંચી જતાં લોકો ભારે પરેશાન થઇ ગયા છે, ગઇકાલે આકાશમાંથી અંગારા વરસ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી અને રાત્રે ગાંધીનગર, પટેલકોલોની સહિતના કેટલાક વિસ્તારોમાં આશરે ચારેક કલાક સુધી વિજળી રાણી ગુલ થઇ ગયા હતાં, આજ સવારથી જ ફરીથી બફારો જોવા મળ્યો છે અને હજુ ત્રણ દિવસ બફારો રહેશે અને મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 36.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 85 ટકા અને પવનની ગતિ 55 થી 60 કિ.મી. પ્રતિકલાક રહી હતી. જિલ્લા કલેકટર કચેરીના ક્ધટ્રોલ મ દ્વારા અપાતા મહત્તમ અને લઘુતમ તાપમાનના આંકડામાં આશ્ર્ચર્યજનક ફેરફાર જોવા મળે છે, આજે વધુ ગરમી હોવા છતાં પણ મહત્તમ તાપમાન 36.6 દશર્વિવામાં આવ્યું છે, આ અંગે પણ તપાસ કરવાની જર છે.
આગામી તા.25 મેથી 5 જુન સુધીમાં મીની વાવાઝોડુ ફુંકાશે, એટલું જ નહીં બપોરની જેમ રાત્રે પણ અસહ્ય ગરમી રહેશે, કેટલાક ગામોમાં તો તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.
જામનગરનું તાપમાન ફરીથી 37 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 45 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે, હજુ ત્રણ દિવસ તાપમાન 40 ડીગ્રીને પાર કરી જાય તેવી શકયતા છે ત્યારે રાજયના ડીઝાસ્ટાર મેનેજમેન્ટે સુચના આપીને હીટવેવથી લોકોને વધુ નુકશાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે, ડોકટરોના જણાવ્યા મુજબ એકાએક ચકકર આવે કે ઉલ્ટી થાય તો તાત્કાલીક અસરથી નજીકના સરકારી કે ખાનગી દવાખાનાનો ડોકટરનો સંપર્ક કરવો, લીંબુ પાણી, ઓઆરએસ, નાળીયેર પાણી અને સાદુ પાણી સતત પીતા રહેવું જરી છે, શરીરમાંથી પાણી ઘટી જાય તો દર્દીની તબીયત વધુ લથડે એના માટે સાવચેતી જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech