ઉત્તરાખડં કોમન સિવિલ કોડની રચના કરીને કાયદાનો અમલ કરનાર દેશનું પ્રથમ રાય બન્યું છે યારે વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજયમાં કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે થઈને જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી તેની અમલ વારી ની દિશામાં કોઈ પણ કાર્યવાહી થઈ નથી જાહેરાત અનુસાર હજી સુધી કોઈ કમિટીના પણ ઠેકાણા નથી તે સત્ય હકીકત છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ૨૯મી ઓકટોબર ૨૦૨૨ની સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાયમાં કોમન સિવિલ કોડની આવશ્યકતાઓ ચકાસવા માટે સુપ્રિમ કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવાનો નિર્ણય કર્યેા હતો. કેબિનેટની બેઠકમાં થયેલા આ નિર્ણયના ૮૧૨ દિવસો પછી પણ આવી કોઈ જ કમિટીની રચના થઈ નથી !તો બીજી બીજી તરફ ભારતમાં કોમન સિવિલ કોડના અમલ માટે કમિટી રચી, કાયદો ઘડીને તેને અમલમાં મુકવામાં ઉત્તરાખડં અગ્રગણ્ય રાય બની ચૂકયું છે.
કોમન સિવિલ કોડનો કાયદો એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ રહ્યો છે. આ કાયદો અમલમાં આવે તો લ, છુટાછેડા, બાળકોને દત્તક લેવા અને મિલકત વિભાજન જેવી બાબતોમાં એક સમાન નિયમો તમામ નાગરીકો માટે લાગુ પડશે. ગુજરાતમાં સવા બે વર્ષ પૂર્વે ઓકટોબર– ૨૨ માં વિધાનસભા ચૂંટણી પૂર્વે આ કાયદો અમલમાં લાવવા કેબિનેટની બેઠકમા નિર્ણય લઈ તેની મોટાઉપાડે જાહેરાતો કરાઈ હતી. હજુ મોટાઉપાડે જાહેરાતો કરાઈ હતી. હજુ સુધી કોઈ નિર્ણય પરત્વે કોઈ કમિટી પણ તૈયાર થઈ નથી
બીજી તરફ મે– ૨૦૨૨માં ઉતરાખંડના સિવિલ કોડ–મુખ્યમંત્રી પૂષ્કરસિંહ ઘામીએ પોતાના રાયમા કોમન સિવિલ કોડ નો ડ્રાટ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટીસ રંજના દેસાઈના અધ્યક્ષસ્થાને પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિ રચી અને નવેમ્બર સુધી નાગરિકો પાસેથી વાંધા– સૂચનો માંગવાની સમયાવધિ નિશ્ચિત કરી હતી. ઉત્તરાખંડની સરકારે ગતવર્ષે ફ્રેબ્રુઆરીમાં કાયદાના મુસદ્દાને વિધેયક સ્વપે વિધાનસભામાં રજૂ કરીને પસાર કરાવ્યો હતો. અને જાન્યુઆરી– ૨૦૨૫થી તેને અમલમાં મુકયો છે. તો અહીં ગુજરાતમાં મુસદ્દો તો દૂર કર્યેા જાહેરાત અનુસાર હજી સુધી કોઈ કમિટીના પણ ઠેકાણા નથી. વિધાનસભાની ચૂંટણી વખતે જાહેર કરેલ કોમન સિવિલ કોડ ના કાયદાને લઈને ગુજરાત સરકાર ઢીલી નીતિ અખત્યાર કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech