દસ વર્ષ પછી સંસદની કાર્યવાહી કઈક રસપ્રદ બનશે, દાયકા પછી વિપક્ષ મજબૂત અને ઉત્સાહિત છે. સંસદનું આ સત્ર સરકાર માટે માત્ર નીટની પરીક્ષામાં ગેરરીતી કે અન્ય પરીક્ષાઓ રદ કરવામાં આવી એ મુદ્દે જ મુશ્કેલ બનવાનું છે એવું ની, વિપક્ષની વધેલી તાકાત સૌી મોટી મુશ્કેલી બનવાની છે. શરૂઆત પ્રોટેમ સ્પીકરની નિયુક્તિી જ ઇ ગઈ છે. સ્પીકરની ચૂંટણીમાં પણ વિપક્ષ પોતાની તાકાત દેખાડશે. સત્રના પ્રમ બે દિવસ તો આ ઔપચારિકતાઓમાં જ જતા રહેશે, પણ હોબાળો પ્રમ દિવસી જ ચાલવાનો છે. ગયા વર્ષે જેમ વિપક્ષના બધા સાંસદોને સ્પીકર ઓમ બિરલાએ સસ્પેન્ડ કરી નાખ્યા હતા તેમ આ વખતે પણ વાની સંભાવના ખરી પણ આવા પગલા લેવાની અસર લોકસભાની ચૂંટણીના પરિણામો પર પડી છે એ ભાજપે ભુવું ન જોઈએ. ભાજપ આ વખતે સ્પીકર કોને બનાવે છે તે મહત્વનું છે કારણકે આગામી પાંચ વર્ષમાં સ્પીકરની કામ ખુબ મુશ્કેલ રહેવાનું છે. ૧૮મી લોકસભાનું પ્રમ સત્ર આજી શરૂ ઈ રહ્યું છે. સત્રની શરૂઆતમાં નવા સાંસદોને શપ લેવડાવવામાં આવશે અને તે પછી સૌી મહત્વપૂર્ણ કાર્ય લોકસભાના અધ્યક્ષની નિમણૂકનું રહેશે. ભાજપના સાંસદ ઓમ બિરલા ૧૭મી લોકસભાના સ્પીકર હતા. પરંતુ અગાઉના લોકસભા અધ્યક્ષનો કાર્યકાળ નવી લોકસભાના પ્રમ સત્ર સુધીનો જ છે. તેી, જ્યારે ૧૮મી લોકસભાની કાર્યવાહી શરૂ ાય છે, ત્યારે સૌી પહેલા પ્રોટેમ સ્પીકરની ચૂંટણી કરવાની રહેશે. આ પ્રભારી સ્પીકર સાંસદોને શપ લેવડાવે છે અને પૂર્ણ-સમયના અધ્યક્ષની નિમણૂક ન ાય ત્યાં સુધી ગૃહની કામગીરીનું સંચાલન કરે છે. ગૃહના સૌી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે. આ મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય અને કેરળના માવેલિક્કારા મતવિસ્તારના સાંસદ કોડીકુનીલ સુરેશનો દાવો સૌી મજબૂત હતો. આઠમી વખતના સાંસદ કોડીકુનીલ સુરેશ ચોી વખત માવેલીક્કારામાંી ચૂંટાયા છે અને વર્ષોના અનુભવની દ્રષ્ટિએ ગૃહમાં સૌી વરિષ્ઠ છે. પરંતુ ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરાયા છે અને કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી છે કે તે પરંપરાનું ખૂન કરી રહી છે. ભર્તૃહરિ મહતાબ સાત વખતનાસાંસદ છે. બંધારણના અનુચ્છેદ ૯૩ અનુસાર લોકસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. સાંસદો પોતાનામાંી બે સાંસદોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટે છે. લોકસભાના અધ્યક્ષની પસંદગી સાદી બહુમતીી કરવામાં આવે છે. એટલે કે તે દિવસે લોકસભામાં હાજર અડધાી વધુ સાંસદો જેના માટે મતદાન કરે તે ઉમેદવાર લોકસભાના સ્પીકર બને છે. આ સિવાય લોકસભા અધ્યક્ષ પદ પર રહેવા માટે અન્ય કોઈ શરત કે લાયકાત પુરી કરવી જરૂરી ની. પરંતુ જે વ્યક્તિ સ્પીકર છે તેને ગૃહની કામગીરી, તેના નિયમો, બંધારણ અને દેશના કાયદા વિશે જાણકારી હોવી જોઈએ. કારોબારને સરળ રીતે ચલાવવા માટે લોકસભાના અધ્યક્ષ જવાબદાર છે. તેી આ પોસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભાના સ્પીકર સંસદીય બેઠકોનો એજન્ડા પણ નક્કી કરે છે અને ગૃહમાં કોઈપણ વિવાદના કિસ્સામાં સ્પીકર નિયમો અનુસાર કાર્યવાહી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech