રાજકોટ સુરેન્દ્રનગર કેશોદ અમરેલી કંડલા ભુજ ગાંધીનગર અમદાવાદ ડીસા વલ્લભ વિધાનગર સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન નો પારો ૪૨ થી ૪૪ ડિગ્રી પહોંચી ગયો છે. બપોરે ધુળની ડમરી સાથે લૂ ફકાય છે અને ભેજવાળા વાતાવરણને કારણે બફારો પણ વધી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારના વાતાવરણમાં કોઈ પ્રકારની રાહત મળે તેવી શકયતા નથી અને ત્યાર પછી બે દિવસ એટલે કે તારીખ ૨૭ થી ૨૯ ગરમીના પ્રમાણમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે.
મંગળવારે રાજકોટમાં ૪૩.૫ સુરેન્દ્રનગરમાં ૪૩.૭ કેશોદમાં ૪૧.૧ ભાવનગરમાં ૪૦.૮ અમરેલીમાં ૪૨.૯ કંડલા એરપોર્ટ પર ૪૨.૪ ભુજમાં ૪૩.૩ અમદાવાદમાં ૪૨.૭ ડીસા અને ગાંધીનગરમાં ૪૨.૮ વલ્લભ વિધાનગરમાં ૪૧.૭ વડોદરામાં ૪૨ સુરતમાં ૪૦.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જોરદાર રીતે વધી ગયું છે. પોરબંદરમાં આજે સવારે ૯૧ વેરાવળમાં ૯૪ દ્રારકામાં ૭૮ નલિયામાં ૮૧ અને રાજકોટમાં ૯૦ ટકા ભેજ નોંધાયો છે. ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે બફારો તથા અકળામણ વધી ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી છ દિવસ સુધી નોર્થ વેસ્ટના રાયોમાં પવનની ગતિ પ્રતિ કલાકના ૪૦ થી ૫૦ કીલોમીટર આસપાસ રહેવાની અને અમુક તબક્કે તે વધીને ૬૦ કિલોમીટર થઈ જવાની શકયતા છે. ગુજરાતમાં અત્યારે સરેરાશ ૨૫ થી ૩૦ કીલોમીટર ની ઝડપે પવન ફુકાય છે. ગરમીના મામલે ગુજરાત જેવી જ સ્થિતિ અનેક રાયોની છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ વિદર્ભ બિહાર ઓડીસા ઝારખડં પશ્ચિમ બંગાળ પંજાબ હરિયાણા દિલ્હી છત્તીસગઢ મહારાષ્ટ્ર્ર માટે હિટ વેવનું એલર્ટ જાહેર કયુ છે.
જમ્મુ કાશ્મીર લદાખ આસામ અણાચલ પ્રદેશ તામિલનાડુ કર્ણાટક કેરળ સહિતના રાયોમાં વરસાદ પડી રહ્યો છે. હિમાલયન રીજીયનને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી ઊભું થવાનું છે અને તેના કારણે આ વિસ્તારમાં વરસાદનું જોર વધશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech