બંગાળની ખાડીમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલું દાના નામનું વાવાઝોડું આવતીકાલે મધરાતથી તારીખ ૨૫ ના સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના વચ્ચેના દરિયા કાંઠે ત્રાટકશે અને તેના કારણે દેશના અનેક રાયોમાં ભારેથી અતિ ભારે અને અમુક જગ્યા એ સામાન્ય વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. જોકે આ સિસ્ટમની અસર ગુજરાતને થવાની શકયતા નહિવત છે અને દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે.
દક્ષિણના રાયોની વાત કરીએ તો તામિલનાડુ કર્ણાટક કેરેલા પુડીચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની સિસ્ટમના કારણે કોકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર્રના અમુક વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નોર્થ ઈસ્ટના રાયોની વાત કરીએ તો આસામ મેઘાલય મણીપુર ત્રિપુરા મિઝોરમ અને અણાચલ પ્રદેશમાં પણ વરસાદ ચાલુ છે. ગુજરાતમાં મેઘરાજાએ જન્માષ્ટ્રમીના તહેવારોની મજા બગાડી નાખી હતી. નવરાત્રીના તહેવારોમાં છેલ્લા દિવસોમાં વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ દિવાળીના તહેવારો બગાડશે કે કેમ ?તેવી ચિંતા લોકોમાં હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં સૂકું વાતાવરણ રહે તેવી શકયતા છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં માત્ર ૨૦ તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે એક પણ જગ્યા એક ઈંચ વરસાદ પડો નથી. નર્મદા જિલ્લાના ઝઘડિયામાં સૌથી વધુ અડધો ઈંચ પાણી પડું છે. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગઢડા જુનાગઢ જિલ્લાના માળીયા પોરબંદર કચ્છ જિલ્લાના ભચાઉ સુરત જિલ્લાના બારડોલી માંગરોળ ભાવનગર જિલ્લામાં વલભીપુર વલસાડ જિલ્લામાં ધરમપુર નર્મદા જિલ્લામાં ડેડીયાપાડ અને ડાંગ જિલ્લામાં આહવા ખાતે સામાન્ય ઝાપટા પડા છે. વરસાદનું જોર ઘટવાની સાથે જ મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે. ડીસા –ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી ગયું છે. રાજકોટ અમદાવાદ ભુજ છોટા ઉદેપુર ડાંગ કંડલા અને સુરતમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીથી વધુ રહ્યો છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજકોટમાં ૮૯ ટકા ભેજ સવારે નોંધાયો છે. આ ઉપરાંત દમણ દ્રારકા ભુજ નલિયા દીવ ગાંધીનગર ઓખા પોરબંદર અને સુરતમાં પણ ૮૧ થી ૮૮% ભેજ આજે સવારે નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર–પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech