આરોપી સાગઠિયાના ભાઈના નામની ટવીન ટાવરની ઓફિસ કોઈએ ખોલવી નહ

  • June 03, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અગ્નિ કાંડ દુર્ઘટનાના આરોપી બનેલા મહાપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના ભાઈની નાનામવા સર્કલ નજીક આવેલા ટવીન ટાવર બિલ્ડિંગમાં ૯૦૧ નંબરની ઓફિસ સીલ કરાઈ છે સાથે ક્રાઈમ બ્રાંચના એસીપીના હત્પકમના લખાણથી એવું જણાવાયું છે કે, આ ઓફિસ ૯૦૧માં લગાવેલું સીલ કોઈએ ખોલવું નહીં.

ટવીન ટાવર સ્થિત નવમા મજલા પરની ઓફિસ નંબર ૯૦૧ આમતો દસ્તાવેજ સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના ભાઈ દિલીપના નામનો છે જેની પાવર ઓફ એટર્ની એમ.ડી.સાગઠિયાની છે.
ટવીન ટાવરમાં નવમાં માળની ઓફિસમાં મોટરી તિજોરી હોવાના અંદર ઘણા દસ્તાવેજો કે આવી વસ્તુઓ છુપાવાયેલી કે સંગ્રહીત કરાઈ હોવાની વાતો ઉઠી છે જો કે, પોલીસે આ બાબતે મગનું નામ મરી પાડયું નથી. માત્ર અત્યારે તો પોલીસે તપાસના કામે ઓફિસ સીલ કર્યાનું જ જણાવાઈ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application