અરજીમાં વિલંબના આધારે કોઈને મિલકતથી વંચિત ન રાખી શકાય

  • December 19, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની સર્વેાચ્ચ અદાલતે એક કેસની સુનાવણીમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને ટકોર કરી હતી કે અરજીમાં વિલંબના આધારે કોઈને મિલકતથી વંચિત ન રાખી શકાય.સુપ્રીમ કોર્ટે ૨૧ વર્ષના વિલબં પછી પણ જમીન અધિગ્રહણ કેસમાં અરજી સ્વીકારી હતી. કોર્ટે કહ્યું, વિલબં મહત્વપૂર્ણ છે, પરંતુ મિલકતના અધિકારને વંચિત રાખવાનું કારણ નથી. બંધારણ દ્રારા આપવામાં આવેલ મિલકતના અધિકારોનું રક્ષણ કરવું જરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિટિશન દાખલ કરવામાં વિલબં ચોક્કસપણે એક મહત્વપૂર્ણ પરિબળ છે, પરંતુ તેના આધારે જ વ્યકિતને તેના સંપત્તિના અધિકારોથી વંચિત ન રાખી શકાય. જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨૧ વર્ષના વિલબં પછી પણ જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અરજી સ્વીકારી હતી. ૧૩મી ડિસેમ્બરે આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સર્વેાચ્ચ અદાલતના નિર્ણયો સતત એવું માને છે કે સંપત્તિનો અધિકાર બંધારણમાં સમાવિષ્ટ્ર છે. નિષ્પક્ષતા અને મનસ્વીતાને ટાળવા માટે, ખાસ કરીને રાયના ટેકઓવરના કેસોમાં પ્રક્રિયાગત સલામતીનું પાલન કરવું આવશ્યક છે.
સર્વેાચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં વિલંબને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે, પરંતુ કહ્યું કે અમે મિલકતના અધિકારની સુરક્ષા માટે આ વિલંબને માફ કરીએ છીએ. કલમ ૩૦૦ માં સમાવિષ્ટ્ર મિલકતના અધિકારનું રક્ષણ કરવાની જરિયાત પર વિલંબને અગ્રતા આપી શકાતી નથી. કાનૂની કાર્યવાહીમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. ફકત વિલબં અને નિષ્ક્રિયતાના આધારે વ્યકિતગત સંપત્તિના રક્ષણ અને માન્યતાના અધિકારને નકારી શકાય નહીં. અર્બન ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ દ્રારા દાખલ કરવામાં આવેલી ચાર અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આ અપીલોએ રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યેા હતો, જેણે રાજસ્થાન અર્બન ઇમ્પ્રૂવમેન્ટ એકટ, ૧૯૫૯ હેઠળ જમીન માલિકોની જમીનના સંપાદનને રદ કર્યેા હતો.


સુનાવણી રાજસ્થાનના બે કેસ સાથે સંબંધિત
આ કેસ બે અલગ–અલગ જમીન સંપાદન સાથે સંબંધિત છે. આ જમીન રાજસ્થાનના અલવરમાં નાંગલી કોટાની જમીન અને મૂંગસ્કામાં આવેલી છે. આ જમીનો સંપાદિત કરવામાં આવી હતી. બંને સંપાદન પ્રક્રિયાઓને જમીન માલિકો દ્રારા ૧૯૯૮માં રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો એ હતો કે શું જમીન સંપાદન સામે માલિકો દ્રારા રિટ પિટિશન દાખલ કરવામાં વિલબં ઘાતક હતો? શું પ્રક્રિયાગત ભૂલો હોવા છતાં આ એકટની કલમ ૫૨(૧) હેઠળ જારી કરાયેલ સૂચનાઓ માન્ય હતી? શું નાંગલી કોટા જમીનનું વળતર કાયદેસર રીતે નક્કી કરવામાં આવ્યું હતું? શું એકિવઝિશનની માન્યતા માટે આ રાજસ્થાન અર્બન ઇમ્પ્રૂવમેન્ટ એકટની કલમ ૬૦ નું પાલન ફરજિયાત હતું?





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application