પોરબંદરમાં માછીમારો અઢળક સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો બીજી બાજુ કેન્દ્રીય શ્રમ મંત્રીના મત વિસ્તારમાં જ બેરોજગારીનું પ્રમાણ ખુબ જ મોટું છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે લોક સમસ્યાના નિરાકરણ માટે સરકાર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
પોરબંદરના સાંસદ અને ધારાસભ્યને કોંગ્રેસે સવાલ કર્યો છે કે, પોરબંદરની જીવાદોરી સમા બંદર ઉદ્યોગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરી આપો તો પણ પોરબંદરને ઉદ્યોગોની જરીયાત પુરી થઇ જાય તેમ છે,બંદરમાં પુરતા પ્રમાણમાં લાઈટની સુવિધા નથી, બોટચાલકોને ડીઝલની સબસીડી પુરતી મળતી નથી, જેની બોટો સરહદ પાર પકડાઈ ગઈ છે એને નોટીસો મોકલાવીને પઠાણી ઉઘરાણી થતી અટકાવવી જોઈએ, આવા બોટ માલિકોને આર્થિક સહાય જાહેર કરવી જોઈએ જેવા અતિ મહત્વના અને તત્કાલ રાહત આપે એવા સવાલોને કોરાણે કરીને, ફરીથી સાંસદ અને ધારાસભ્યએ વ્યાપારીઓ/ચેમ્બરો સાથે મીટીંગો યોજીને નવા ઉદ્યોગોનું જુનું વાદ્ય (રેકર્ડ) વગાડવાનું ચાલુ કરી દીધું છે.
ભાજપની ઝાટકણી કાઢતા પ્રવક્તા ભાર્ગવ જોશી જણાવે છે કે,તાજેતરમાં અતિવૃષ્ટિથી શહેરવાસીઓને પાલિકા તરફથી ઉભી થયેલી દુવિધામાં મૌન બની જનારા સાંસદ નવા સવા છે, પરંતુ ધારાસભ્ય તો જુના અને જાણીતા છે? એ કેમ કાઈ નથી બોલતા? કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચાર માટે ખુબ બોલતા નેતા જયારે ભાજપમાં જાય ત્યારે મૌન બની જાય એ જનતા નીહાળી રહી છે.
૨૦૧૪ અને ૨૦૧૭ માં ૨૨ બોટો સરહદ પારથી છોડાવવાની જાહેરાત કરનાર ભાજપ સરકારના બબ્બે સાંસદ અને બબ્બે ધારાસભ્ય બદલાય જવા છતાં પણ આમાંની એક પણ બોટ આઝાદ થઇ નથી,ત્યારે આશરે દોઢ દાયકા પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં રહેલી યુ.પી.એ-૨ સરકારે ૫૭ બોટો છોડાવવાની કાગઝી કાર્યવાહી સંપન્ન કરી હતી એ બોટોને આઝાદ કરાવવામાં ભાજપની કેન્દ્ર અને રાજય સરકારને આઠ મહીનાનો સમય લાગી ગયો હતો, આટલો સમય કેમ લાગ્યો ? અને દોઢ દાયકાથી એક પણ બોટ છોડાવી નથી શકતા ત્યારે મોટી મોટી અને ખોટી ખોટી જાહેરાતો કેમ કરો છો?
શહેરના અન્ય કાર્યરત ઉદ્યોગોમાં નિરમા પ્લાન્ટમાં કર્મચારીઓની છટણી કરી રહ્યા છે, ત્યારે તેની સમસ્યા જાણવાની કે એને સોલ્વ કરવાની તસ્દી સાંસદ કે ધારાસભ્ય કેમ લેતા નથી ? તેવો સવાલ કરતાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા જણાવે છે કે ધરમપુર જી.આઈ.ડી.સી,માં ૮૦% કારખાનાઓ બંધ પડ્યા છે, કેટલાંક કારખાનાઓને બોકસાઇટ નથી મળતો એટલે તો કેટલાંક કારખાનાઓના આર્થિક બોજા ઊંચા થઇ જવાથી બેંકો અથવા નાણા ધીરનાર સંસ્થાઓએ સીલ માર્યા છે, એ કેમ નથી ખોલાવતા ?
નવા ઉદ્યોગો આજે જ મંજુર થાય એમ માની પણ લઈએ તો પણ એને સાકાર થતાં ચાર-પાંચ વર્ષ લાગી જાય ત્યારે આજે જે રોજગારની સમસ્યા વિકરાળ છે, એનું સમાધાન એક જ છે કે કાર્યરત ઉદ્યોગોને મદદ કરવામાં આવે? તેવો જનતાનો સવાલ ઉઠાવતાં ભાર્ગવ જોશી જણાવે છે કે,રાણાવાવ સિમેન્ટ પ્લાન્ટને મદદ કરો?નિરમા પ્લાન્ટને મદદ કરો? બંદરના ઠપ્પ ઉદ્યોગને મદદ કરો?જી.આઇ.ડી.સી.ની સમસ્યાઓ દુર કરો કેમકે પોરબંદરથી અનેક લોકો શહેર અને જિલ્લાને એટલે છોડી રહ્યા છે કે પોરબંદરમાં ૯૦% ઉદ્યોગો,વહેપાર ઠપ્પ છે.
આવો જ પોરબંદરને સ્પર્શતો વિષય એચ.એમ.પી.(એ.સી.સી.) સિમેન્ટ પ્લાન્ટનો છે જે અચાનક બંધ થઇ ગયો અને એની જગ્યાએ કોઈ પણ નવા ઉધોગોને લાવી શકાયા હોત ત્યારે દસ દસ વર્ષ મુહુર્તની રાહ જોવામાં કાઢી નાખનાર સરકાર આજે દોઢ દાયકા પછી પણ એક પણ ઉદ્યોગને નવા ઉદ્યોગના રૂપમાં લાવી નથી ત્યારે જનતાને બગાવાને બદલે પોરબંદરનો ખાજલી ઉદ્યોગને યુનીક કેમ બનાવવામાં આવતો નથી? ગામડાઓમાં કૃષિ પેદાશોના અનેક ઉદ્યોગો સાકાર કરી શકાય તેમ છે, ત્યારે આવા ઉધોગને કરવા માંગતા લોકોને મામુલી જેવડી આર્થિક સહાય જોઈતી હોય એ કેમ આપવામાં આવતી નથી? વર્ષો અગાઉ પોરબંદરમાં કાપડની મીલો હતી ત્યારે કાલા ફોલવાનો ઉધોગ ગૃહ ઉદ્યોગ તરીકેનું કામ કરતો હતો,ત્યારે પોરબંદરમાં પાપડ, ખાખરા, થેપલા, વાનવા, કચોરી, ખાજલી અને નમકીનના ઉધોગોને તો કમસેકમ શ કરાવો ? માછીમારી સાથે સંકળાયેલ મછીની જાળી, દોરી, હુંકો, બરફના કારખાના, બોટ માટે અતિ જરી એવા ડી.સી. ઈન્વરટર આ બધા એવા ઉધોગો છે જેનાંથી અનેકો લોકોને રોજગાર પુરો પાડી શકાય તેમ છે, વધુમાં પશુપાલન, શાકભાજી, જેવીક ફુડ, ઓર્ગેનિક ફુડ, સી-ફુડ, સોલાર પાવર પ્લાન્ટ જેવા અનેકો નાના અને મોટા માધ્યમોના રોજગાર છે, જેને તાલીમ તેમજ આર્થિક સહાયતા આપવામાં આવે તો પોરબંદર ફરી ધમધમી ઉઠે એમ છે, એવું કોંગ્રેસ તરફથી રાજુ ઓડેદરા અને ભાર્ગવ જોષી સંયુકતપણે જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech