રાજકોટ શહેરમાં ફક્ત અડધો ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરવા લાગ્યા છે પરંતુ આનંદની વાત એ છે કે હવે રાજકોટ વાસીઓએ વરસાદી પાણી ભરાયા અંગેની ફરિયાદો કરવી નહીં પડે મહાપાલિકા તંત્ર પોતાના સીસીટીવી કંટ્રોલરૂમ ખાતેથી શહેરના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેનો સર્વે કેમેરા મારફતે કરી લેશે અને તુરંત ટીમ મોકલશે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરએ આજે ચોમાસા દરમ્યાન આઇવે પ્રોજેક્ટના સીસી ટીવી ક્ધટ્રોલ રૂમ ખાતે શરૂ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલ રૂમની વિઝીટ કરી હતી.
વોર્ડ નં.11માં વગળ ચોકડી, નાનામવા ગામ પાસે તથા આસપાસના વિસ્તારમાં સ્ટોર્મ વોટર કેચપીટની સફાઈ કામગીરી અને માધાપર ગામમાં ડ્રેનેજ લાઈનના કામની કામગીરી નિહાળી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ચોમાસા દરમ્યાન શરૂ કરાયેલ ફ્લડ કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી તેમજ સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ચોમાસા દરમ્યાન પાણી ભરાવા અંગે નાગરિકો દ્વારા આવતી ફરિયાદો અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સીસીટીવી ક્ધટ્રોલરૂમ ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત કરી વિગતો મેળવી હતી. નાગરિકો દ્વારા કેવા પ્રકારે ફરિયાદો આવે છે અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં કરવામાં આવે છે તેની પણ માહિતી મેળવી હતી.
વધુમાં મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન નાગરિકોને પાણી ભરાવા અંગે ફરિયાદ હોય તો ફ્લડ કંટ્રોલ રૂમ નં. 0281 2228741 અને 0281 2225707 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
વોર્ડ નં.11માં વગળ ચોકડી ખાતે સ્ટોર્મ વોટર પાણી ભરાવાની ફરિયાદ અનુસંધાને મુલાકાત કરી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વગળ ચોકડી અને સિલ્વરગોલ્ડ પાર્ક રેસીડેન્સી પાસે સ્ટોર્મ વોટર કેચપીટની નિયમિત સફાઈ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરએ માધાપર ગામ વોર્ડ નં.3માં ડ્રેનેજ લાઈનના કામની મુલાકાત લઈ જરૂરી રિસ્ટોરેશન વર્ક માટે એસઓપી તૈયાર કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનિયર અતુલ રાવલ, કુંતેશ મેતા, ડી.ઇ.ઇ. એચ.એમ.કોટક અને પાર્થ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech