જામનગરમાં આગામી તા. ૧૯ અને ૨૦ મેના રોજ ‘નો ડ્રોન ફલાય ઝોન’

  • May 18, 2023 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૧૯ અને ૨૦ મે ના રોજ કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ જામનગર આવનાર છે. ત્યારે દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો, માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો, એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ શકે છે. તેઓ દ્વારા મહાનુભાવની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને હાનિ પહોંચાડી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
જામનગર શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે તેમજ આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઈક્રો લાઈટ એર ક્રાફટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ ચલાવવા-કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર (જામનગર) દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ હુકમ આગામી તા.૧૯.૫.૨૩ના રાતના ૮થી તા.૨૦.૫.૨૩ના બપોરના ૧ કલાક સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામામાંથી પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application