BREAKING NEWS

વજન-માપના કાયદામાં પ્રથમ ગુનામાં વેપારી પર સીધો કેસ નહીં, માત્ર નોટિસ

  • May 01, 2026 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપાર અને ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવા તેમજ કાયદાકીય પ્રક્રિયામાં સરળતા લાવવાના હેતુથી 'ધી જન વિશ્વાસ એકટ' હેઠળ મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. ૧ મે, ૨૦૨૬થી અમલી બનેલા આ નવા કાયદા મુજબ, વજન-માપના નિયમોના ઉદલ્લંઘન બદલ વેપારીઓ સામે હવે પ્રથમ વખત સીધો કેસ દાખલ કરી શકાશે નહીં, પરંતુ તેમને પોતાની ભૂલ સુધારવા માટે એક તક આપવામાં આવશે.
રાજ્યમાં વેપારઓ સાથે” ડી-કિમિનાઈઝેશન'ની નીતિ અપનાવવામાં આવી છે. આ નવા સુધારા અંતર્ગત વજન-માપ અને પેકેજ કોમોડિટીઝના ગુનામાં કેટલીક કલમોમાંથી કેદની સજા
અન્ય કાયદાઓ સાથે વિસંગતતા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે જયારે વેપારીઓને પ્રથમ ગુનામાં સુધારાની તક મળે છે, ત્યારે સામાન્ય નાગરિકો માટે ટ્રાફિક કે અન્ય હળવા કાયદાના ભંગમાં આવી કોઈ રાહત મળતી નથી. વધુમાં, નવા સુધારામાં લાયસન્સના બદલે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવો મહત્વનો ફેરફાર પણ કરવામાં આવ્યો છે.આમ, નવા કાયદાથી વેપાર કરવાની સરળતા વધશે, પરંતુ ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે થશે તે આગામી સમયમાં જ ખબર પડશે.રદ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તોલમાપ વિભાગના ઇન્સ્પેકટરી દ્વારા નાનામાં નાની ભૂલ બદલ પણ સીધી કાયદેસરની કાર્યવાહી કે કેસ કરવામાં આવતો હતો, જે હવે અટકશે. નવા નિયમ મુજબ પ્રથમ ગુનામાં વેપારીને માત્ર 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' આપવામાં આવશે, જેમાં કયા નિયમનો ભંગ થયો છે તેની સ્પષ્ટતા કરવાની રહેશે. ગ્રાહક સંગઠનોમાં
મિશ્ર પ્રતિસાદ એક તરફ વેપારી વર્ગ આ નિર્ણયને વધાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગ્રાહક સંગઠનોએ ચિંતા વ્યકત કરી છે. પ્રથમ ગુનામાં રાહત આપવાથી છેતરપિંડીના બનાવો વધી શકે છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો ગ્રાહકને વજનમાં ઓછું મળવાને કારણે આર્થિક નુકસાન વાય, તો તેના વળતર અંગે કાયદામાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application