સરકાર વિષકન્યા જેવી છે, જેની સાથે જાય તેને ડુબાડી દે : નીતિન ગડકરી

  • September 30, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દરેક સરકાર પર વિશ્વાસ કરી શકાય નહીં. મારો અભિપ્રાય છે કે, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, તેમને દૂર રાખો. તેમને કહ્યું કે, સરકાર વિષકન્યા હોય છે, જેની સાથે જાય તેને ડુબાડી દે છે. તમે તેના લફડામાં ન પડો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તમે જે પણ સબસિડી ઈચ્છો તે લઈ લો, પરંતુ તે કયારે મળશે, કે નહીં આપવામાં આવે તેની કોઈ ખાતરી નથી. તેમને આ વાત નાગપુરમાં વિદર્ભ ઈકોનોમિક ડેવલપમેન્ટ કાઉન્સિલ તરફથી આયોજીત અમેઝિંગ વિદર્ભ પરિષદના કાર્યક્રમમાં કહી છે.
તેમને કહ્યું કે, મારો પુત્રએ આવીને કહ્યું કે, ૪૫૦ કરોડ પિયા સબસિડી મળી છે અને ટેકસના પૈસા જમા થઈ ગયા છે. તેમને પૂછયું કે, તેને સબસિડી કયારે મળશે? મેં કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરો કારણ કે કોઈ ભરોસો નથી. શું તે મળશે? યારે આવશે ત્યારે હાલ લાડલીબહેન યોજના શ થઈ ગઈ છે, તો સબસિડીના પૈસા તેમને પણ તેમના કામને આપવા પડી રહ્યા છે, સ્વાભાવિક રીતે અટકી ગઈ છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, વચ્ચે કાપડ ઉધોગ બધં થઈ ગયો હતો. તેમને પાવરની સબસિડી ન મળી. ટેકસટાઈલ ઉધોગ બધં થવાના આરે હતો. સમસ્યા એ છે કે, આપણે જાતે જ આયોજન કરવું પડશે. સૌથી મોટી સમસ્યા આવી છે કે વિદર્ભમાં ૫૦૦૧૦૦૦ કરોડના રોકાણકારોની અછત છે, જેના કારણે આપણે અહીં મોટા મોટા પ્રોજેકટ આવી રહ્યા નથી. અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ કે કોઈ મળે, પરંતુ કોઈ અમારા હાથ લાગ્યું નથી. તેમને કહ્યું કે, થોડા દિવસો પહેલા સન જિંદાલ મારી પાસે આવ્યા હતા. તેમને એમજી હેકટર કંપનીને ટેકઓવર કરી છે. તેમને ઇલેકિટ્રક વાહન તૈયાર કયુ છે. મેં તેમને કહ્યું હતું કે, હત્પં વાહન જોઈ રહ્યો છું, પરંતુ પહેલા તમે નાગપુરમાં કંઈક શ કરો. ઈલેકિટ્રક બસ, ઈલેકિટ્રક ટ્રક પણ અમને આટલા મોટા યુનિટ મળ્યા નથી, ઘણા યુનિટ બધં છે, જે જમીન ખરીદે છે તે વેચતા પણ નથી અને નવા યુનિટ પણ આવતા પણ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News