આઈપીએલ માટે પ્રાર્થના કરી અને પુત્રના લગ્ન માટે આશીર્વાદ માગ્યા
નીતા અંબાણી શિરડી સાંઈ તેમજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રખર ભક્ત છે. મુકેશ અંબાણીનો આખો પરિવાર અવાર-નવાર રાજસ્થાનમાં શ્રીનાથજીની પૂજા કરવા જાય છે. અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં શ્રી કૃષ્ણનું એક મોટું મંદિર પણ છે.દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી શિરડી સાંઈના દરબારમાં પહોંચ્યા હતા. નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા સાંઈ દરબારમાં પૂજા અર્ચના કરી હતી. જ્યારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.
અનંત રાધિકાના મેરેજ જુલાઈમાં થશે
નીતા અંબાણીએ શિરડી સાંઈની મુલાકાત લીધી તેના થોડાં દિવસો પહેલા અનંત અંબાણીએ મધ્યપ્રદેશના દતિયા સ્થિત પિતાંબરા મા પીઠની પણ મુલાકાત લીધી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં થવાના છે.
21 દીવા પ્રગટાવીને કરી પ્રાર્થના
નીતા અંબાણીએ શિરડી સાંઈ મંદિરમાં 21 દીવા પ્રગટાવીને પ્રાર્થના કરી હતી. રાત્રે દર્શન કર્યા બાદ તે આવતીકાલે સવારે ફરી મંદિરે જશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતા અંબાણીએ પોતાની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સની સફળતા માટે મંદિરમાં પ્રાર્થના પણ કરી છેવર્તમાન આઈપીએલ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે ટીમ ટેલીમાં 8મા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સને હાલમાં 8માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
નીતા અંબાણી શ્રી કૃષ્ણના ભક્ત છે
નીતા અંબાણી શિરડી સાંઈ તેમજ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખર ભક્ત છે. મુકેશ અંબાણીનો આખો પરિવાર અવાર-નવાર રાજસ્થાનમાં શ્રીનાથજીની પૂજા કરવા જાય છે. અંબાણી પરિવારના ઘર એન્ટિલિયામાં શ્રી કૃષ્ણનું એક મોટું મંદિર પણ છે.
જામનગરમાં 14 મંદિરો બનાવ્યા
તાજેતરમાં નીતા અંબાણીએ ગુજરાતના જામનગરમાં 14 મંદિરો બનાવ્યા છે. અંબાણી પરિવારે આ 14 મંદિરો જામનગરના મોટીખાવડીમાં બનાવ્યા છે. આ મંદિરો એક જ કોમ્પ્લેક્સમાં બનેલા છે. આ મંદિરોમાં કોતરેલા સ્તંભો, ફ્રેસ્કો શૈલીના ચિત્રો, પ્રાચીન સ્થાપત્યથી પ્રેરિત ડિઝાઇન અને દેવી-દેવતાઓના શિલ્પો છે. આ મંદિરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની પહેલા બનાવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech