સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થઈ ગયું છે. 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે બજેટની રજૂઆત સાથે નાણામંત્રીના નામે એક અનોખો રેકોર્ડ નોંધાશે. તે સતત સાત વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બનશે. સીતારમણ સિવાય સૌથી વધુ છ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. આ વખતે સીતારમણ પૂર્વ પીએમ દેસાઈને પાછળ છોડી દેશે. નિર્મલા સીતારમણ તેમના લાંબા બજેટ ભાષણ માટે પણ જાણીતા છે.
તો જાણીએ કે, અત્યાર સુધીમાં નિર્મલા સીતારમણનું ક્યું બજેટ ભાષણ કેટલો સમય ચાલ્યું છે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓને કારણે નાણામંત્રીએ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેમનું આ બજેટ ભાષણ 56 મિનિટ સુધી ચાલ્યું હતું. આ અગાઉ નાણાં પ્રધાન સીતારમણે 2023-24 માટે 87 મિનિટનું બજેટ ભાષણ વાંચ્યું હતું. 2019માં તેમનું બજેટ ભાષણ 2 કલાક 17 મિનિટનું હતું. 2022માં, તેમને 92 મિનિટ સુધી વાત કરી હતી.
કયા નાણામંત્રીએ સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું?
ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું કેન્દ્રીય બજેટ 2020 ભાષણ ભારતીય ઈતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે. જે 2 કલાક 42 મિનિટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમણે કેન્દ્રીય બજેટ 2019 રજૂ કરવાનો 2 કલાક 17 મિનિટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તેમના પહેલા સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ સ્વર્ગસ્થ અરુણ જેટલીના નામે હતો. જેટલીનું 2014નું બજેટ ભાષણ 2 કલાક 10 મિનિટનું હતું.
વર્ષ 2019માં, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2019-2020 માટે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તે ભાષણ સાથે, તેમણે સૌથી લાંબા બજેટ સંબોધનનો રેકોર્ડ તોડ્યો. તેમને 2 કલાક અને 17 મિનિટ સુધી વાત કરી હતી. વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે તેઓ 2 કલાક અને 42 મિનિટ બોલી પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. અને એ પણ આખું ભાષણ નહોતું! તબિયતની ચિંતાને કારણે જ્યારે તે દિવસે તેમનું ભાષણ ટૂંકું કરવું પડ્યું ત્યારે તેમની પાસે બજેટના 2 પાના બાકી હતા. 2021-22માં તેમનું બજેટ ભાષણ 100 મિનિટનું હતું. જ્યારે નિર્મલા સીતારમણે વર્ષ 2022-23ના બજેટમાં કુલ દોઢ કલાક બોલ્યા હતા.
નિર્મલા સીતારમણ પહેલા જસવંત સિંહના નામે હતો લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ
નિર્મલા સીતારમણ પહેલા ભાજપના નેતા જસવંત સિંહે સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2003માં તેમણે 2 કલાક 15 મિનિટનું બજેટ રજૂ કર્યું હતું.
હિરુભાઈ એમ. પટેલે આપ્યું હતું સૌથી ટૂંકું બજેટ ભાષણ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી ટૂંકું બજેટ ભાષણ હિરુભાઈ એમ પટેલ દ્વારા 1977માં આપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 800 શબ્દોનું વચગાળાનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી ટૂંકું પૂર્ણ બજેટ ભાષણ વાય.બી. ચવ્હાણનું હતું, જે માત્ર 9300 શબ્દોનું હતું. મોરારજી દેસાઈએ 10 હજાર શબ્દોનું બીજું સૌથી ટૂંકું ભાષણ રજૂ કર્યું.
શબ્દોની દ્રષ્ટિએ કોનું બજેટ ભાષણ હતું સૌથી લાંબુ?
શબ્દોની વાત કરીએ તો, મનમોહન સિંહે 1991માં આપેલું બજેટ ભાષણ સૌથી લાંબુ હતું. તે 18,700 શબ્દોનું હતું. આ પછી યશવંત સિંહાનું ભાષણ હતું, જે 15,700 શબ્દોનું હતું.
મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત સામાન્ય બજેટ કર્યું રજૂ
અત્યાર સુધી મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત સામાન્ય બજેટ રજૂ કર્યું છે. તે બાદ પી. ચિદમ્બરમે 9 વખત, પ્રણવ મુખર્જીએ પણ 9 વખત, યશવંત રાવ ચવ્હાણે 7 વખત, સી.ડી. દેશમુખે 7 વખત, યશવંત સિન્હાએ 7 વખત, મનમોહન સિંહે 6 વખત અને ટી.ટી. કૃષ્ણમાચારીએ પણ 6 વખત સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. વચગાળાનું બજેટ તેમણે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું.
1947થી અત્યાર સુધીમાં કેટલી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે?
1947થી, કુલ 92 સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સામાન્ય અને વચગાળાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, 67 સામાન્ય વાર્ષિક બજેટ અને 15 વચગાળાના બજેટ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે 4 પ્રસંગોએ વિશેષ બજેટ રજૂ કરવામાં આવ્યા છે.
1951થી અત્યાર સુધીમાં કુલ આટલા નાણા મંત્રીઓએ બજેટ રજૂ કર્યા
1951થી ફેબ્રુઆરી 2024 સુધી દેશના 12 નાણા મંત્રીઓ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય પંડિત જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બજેટ રજૂ કરી ચૂક્યા છે.
અત્યાર સુધીના નાણા મંત્રીઓના નામ
સી.ડી. દેશમુખ (1951-57)
મોરારજી દેસાઈ (1959–64, 1967–70)
વાય.બી. ચવ્હાણ (1971-75)
વી.પી. સિંઘ (1985-1987)
મનમોહન સિંહ (1991-96)
યશવંત સિંહા (1998-2002)
જસબંત સિંહ (1996–1996, 2002–2004)
પી. ચિદમ્બરમ (1996-98, 2004-09, 2013-14)
પ્રણવ મુખર્જી (1982–85, 2009–13)
અરુણ જેટલી (2014-19)
પિયુષ ગોયલ (2019)
નિર્મલા સીતારમણ (2019-2024)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech