આગામી તા. ૩૧ માર્ચના રોજ જામનગરના નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજનો નવમો સમુહ લગ્ન સમારોહ યોજાશે: શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આયોજીત નવમો ભવ્ય સમુહ લગ્ન સમારોહ
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ (કતપર વાળા) - જામનગર દ્વારા આઠ - આઠ સમુહ લગ્નોનુ ભવ્ય સફળ આયોજન બાદ નવમાં સમુહ લગ્નનુ ભવ્યાતિભવ્ય સુંદર આયોજન. આ સમુહ લગ્ન સમારોહ આગામી તા. ૩૧/૩/૨૦૨૪ ને રવિવાર ના રોજ જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ગુરૂ આશ્રમ બાપા સીતારામ મંદિર પાસે ની જગ્યામાં યોજાશે. આ સમુહ લગ્ન સમારોહમાં ૧૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે સંતો - મહંતો અને સામાજિક - રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ સમુહ લગ્ન સમારોહમાં દાતાશ્રીઓ દ્વારા ખુલ્લા મન થી ખુબ સારૂ યોગદાન કરવામાં આવ્યું છે. વધુમાં આ સમુહ લગ્ન સમારોહમાં જ્ઞાતિ સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઊપસ્થિત રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech