બોટલો, ગાડી કબ્જે : એકનું નામ ખુલ્યુ : હર્ષદમીલની ચાલી પાસે દેશી દારુ સાથે એક ઝબ્બે
જામનગર શહેર, દરેડ, મોરકંડા પાટીયા, જામજોધપુર વિસ્તારમાં નવ સ્થળેથી વિદેશી દારુની હેરાફેરી કરતા શખ્સોને પકડી લીધા હતા જયારે એક શખ્સ દેશી દારુ સાથે ઝપટમાં આવ્યો હતો.
જામનગરના શકિતનગર-૧માં રહેતા વિજયસિંહ દિલુભા ચુડાસમાને ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે મોરકંડા પાટીયા પાસેથી પોલીસે પકડી લીધો હતો જેમાં જથ્થો પુરો પાડનાર કેતન પાડલીયાનું નામ ખુલ્યુ હતું.
જયારે ગોકુલનગર રડાર ગેઇટ નજીક રહેતા જતીન મોતી ડાભીને અંગ્રેજી દારુની એક બોટલ સાથે લાલપુર બાયપાસ પાસેથી પોલીસે પકડી લીધો હતો. જામનગરના નહેરુનગરમાં રહેતા ધર્મેન્દ્ર હસમુખ ફફલને ૫૦૦ એમએલ ઇંગ્લીશ દારુ સાથે મીગ કોલોની રોડ પરથી દબોચી લીધો હતો.
ભાટની આંબલી તળાવ ફળી ખાતે રહેતા કપીલ મોહન હોથીને વિદેશી દારુની એક બોટલ સાથે એસટી રોડ પરથી ઝડપી લીધો હતો. જામજોધપુરના ખરાવાડમાં રહેતા કૌશિક વાલજી વાઘેલાને અંગ્રેજી દારુ ૩૦૦ એમએલ, ફોરવ્હીલ જીતો ગાડી નં. જીજે૧૩એડબલ્યુ-૦૫૨૩માં લઇને રામવાડી પાછળના રોડ પરથી નીકળતા પકડી પાડી કુલ ૧.૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત જામનગરના સુભાષપાર્ક વિસ્તારમાં રહેતા મયુર કાના કેશરીયાને ઇંગ્લીશ દારુની બે બોટલ સાથે નવાનગર શેરીમાંથી પકડી લીધો હતો તેમજ ભીમવાસ-૧માં રહેતા મનિષ ધરમશી ગોહીલને ઇંગ્લીશ દારુની ૧ બોટલ સાથે સોસાયટીના ખુણા પાસેથી પકડી લીધો હતો.
અન્ય બનાવમાં દરેડ તક્ષશીલાનગરમાં રહેતા વિનોદગીરી ઇશ્ર્વરગીરી ગોસ્વામીને વિદેશી દારુની બે બોટલ સાથે દરેડ ગૌશાળા સર્કલ પાસેથી દબોચી લીધો હતો. જયારે તક્ષશીલા સોસાયટીમાં રહેતા સુરેશ રામજી આસુંદ્રાને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે દરેડ પાસેથી પોલીસે પકડી લીધો હતો જયારે જામનગરના હર્ષદમીલની ચાલી કોળીના ડેલા પાસે રહેતા મહેબુબ અબુ રુમી નામના શખ્સને બે લીટર દેશી દારુ સાથે સીટી-એ પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech