સાત સ્થળે દરોડા : ૩ ફરાર : ૨૦૮ બોટલો અને ૧૦૬ ચપટા : બે જગ્યાએ દેશી દારુ અંગે છાપો માર્યો
જામનગર શહેર, જીલ્લામાં જુદા જુદા સાત સ્થળોએ પોલીસે દારુ અંગે દરોડા પાડયા હતા, જેમાં ૯ આરોપી ઝડપાયા છે, ૩ ફરાર થઇ ગયા છે, કુલ ૨૦૮ વિદેશી શરાબની બોટલો અને ૧૦૬ ચપટા કબ્જે કરવામાં આવ્યા છે, શહેરના મોહનનગર, વૃંદાવનપાર્ક, ગોકુલદર્શન, ગુરુદ્વાર ચોકડી, સાત રસ્તા, લાલપુરના ખાયડી ગામ, નાઘેડી પાટીયે દરોડા પાડવામાં આવ્યા હતા જયારે ગણપતનગર અને સમ્રાટનગરમાં દેશી દારુ અને આથો કબ્જે કર્યો હતો.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી દારુ, જુગારના કેશો શોધી કાઢવા માટે સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના રવિરાજસિંહ અને વિક્રમસિંહને ચોકકસ બાતમી મળેલ કે મોહનનગરનો ઢાળીયો ઉતરતા દ્વારકાધીશ ડેરીવાળા મકાનમાં રહેતો મનિષ સોલંકી પોતાના ભોગવટાના મકાનમાં વિદેશી દારુની બોટલો રાખીને વેચાણ કરે છે.
આ બાતમી આધારે રેઇડ કરતા મોહનનગર ઢાળીયો ઉતરતા રોડ પર રહેતા મનિષ હીરા સોલંકીના મકાનની જડતી કરતા તેમાથી વિદેશી દારુની ૩૬ બોટલ, ૮૦ ચપટા મળી આવતા કબ્જે કરી પકડી લીધો હતો અને દારુ અંગે પુછપરછ કરી હતી.
જયારે જામનગરના હર્ષદમીલની ચાલી નજીક નીલકંઠનગરમાં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણને ઇંગ્લીશ દારુના ૬ ચપલા સાથે વૃંદાવનપાર્ક વિસ્તારમાંથી સીટી-એ પોલીસે દબોચી લીધો હતો જેમાં નંદનવન પાર્કમાં રહેતા દિપક જયસુખ રાઠોડનું નામ ખુલ્યુ હતું.
અન્ય દરોડામાં શહેરના રણજીતસાગર રોડ સરસ્વતીપાર્ક શેરી નં. ૩માં રહેતા નિકુંજ અનિલ ચોવટીયાને ઇંગ્લીશ દારુના ૨૦ ચપટા સાથે ગોકુલદર્શન સોસાયટી ગેઇટ નજીકથી પકડી લેવાયો હતો.
નાઘેડી ગામ બંસી રેસીડેન્સીમાં રહેતા મુળ ભોપાલકા ગામના મજબુતસિંહ જશુભા જાડેજા અને નાઘેડીના મુળ લીંબડી તાલુકાના ટીબલા ગામના વતની પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ રાઠોડ આ બંનેને નાઘેડીના પાટીયા પાસેથી ઇંગ્લીશ દારુની ૧૫ બોટલ, ૨ મોબાઇલ અને મોટરસાયકલ મળી ૪૬ હજારના મુદામાલ સાથે એલસીબીએ પકડી લીધા હતા. જયારે નવાગામ ઘેડ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે રહેતા લોન્ડ્રીનું કામ કરતા વિક્રાંત ઉર્ફે વિકી મહેન્દ્ર ગાંગડીયા અને નવાગામ ઘેડ, વિમલપાર્ક શેરી નં. ૨માં રહેતા મનોજ ઉર્ફે મનો કાલીદાસ રામાવત આ બંનેને અંગ્રેજી દારુની ૨૪ બોટલ, ૩ મોબાઇલ સાથે ગુરુદ્વારા ચોકડી, સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી પકડી લીધો હતો. જેમાં દરેડના રાજેશ માતંગનું નામ ખુલ્યુ હતું. આ શખ્સે દારુ પુરો પાડયો હતો.
લાલપુર તાલુકાના ખાયડી ગામે રહેતા કમલેશ ઉર્ફે લાલુ કિશોર જોટંગીયા (ઉ.વ.૩૯) નામના શખ્સના રહેણાંક મકાને લાલપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારુની ૧૧૮ બોટલ તેમજ કાચની સીલબંધ વધુ ૧૫ બોટલ મળી કુલ ૧૩૩ શરાબની બોટલો કિ. ૬૬૫૦૦નો મુદામાલ કબ્જે કરી લાલુને ઝડપી લીધો હતો. તપાસ દરમ્યાન ખાયડી ગામના કલ્પેશ કિશોર જોટંગીયાનું નામ ખુલ્યુ હતું જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જયારે અશોક સમ્રાટનગરમાં રહેતી હસીનાબેન દિનમામદ મકરાણીના મકાનેથી ૧૫ લીટર દેશી દારુ અને ૬૦ લીટર આથો મળી આવ્યો હતો જયારે ગણપતનગરમાં ગંગાબેન સાગર કોળીના ઝુપડેથી ૧૧ લીટર દારુ, ૬૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. ધરારનગર વિસ્તાર વૈશાલીનગરમાં રહેતા શૈલેષ જીવરાજ મકવાણાને સાત રસ્તા નજીકથી ૧૦૦ એમએલ જેટલો ઇંગ્લીશ દારુ લઇને નીકળતા દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMદ્વારકાના જગતમંદિરની ઘ્વજાજી મુદ્દે વડાપ્રધાનને પત્ર: ભ્રષ્ટાચારનો આક્ષેપ
January 23, 2025 11:18 AMમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMઠંડીમાં સામાન્યથી બે ડિગ્રીનો વધારો કાલથી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં
January 23, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech