ઉનાના એલમપૂર ગામમાં ધુળેટીના તહેવાર નિમિત્તે ડી.જે.ના તાલે કલરથી રમતા હોય તે દરમ્યાન નવ શખ્સોએ ઇરાદા પૂર્વક ગેરકાયદેસર મંડળી રચી છરી, લોખંડના જેવા હથીયાર ધારણ કરી મહીલા સહીત ચાર જેટલાં યુવાનો પર જીવલેણ હુમલો કરી શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મારામારીમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઉના સરકાર હોસ્પીટલ ખાતે ખસેડવામા આવેલ હતા. આ અંગે પોલીસમા નવ શખ્સો વિરુધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગે પોલીમાં ફરીયાદ મુજબ એલમપુર ગામમાં રહેતા અક્ષય નાનુ મકવાણા, કરશન મેણશી મકવાણા, મેણશી પીઠા મકવાણા, કલ્પેશ ખોડુ મકવાણા, મનસુખ નાનુ મકવાણા, અશ્વિન નાનુ મકવાણા, જયેશ રમેશ મકવાણા, જયેશ મેણશી મકવાણા તેમજ દિપક કાના મકવાણા આ તમામ શખ્સોએ ગામમાં ધુળેટીના દિવસે બાપા સીતારામના ઓટા પાસે ડી.જે.ના તાલે કલરથી રમતા હોય ત્યારે અમર બાબુ બાંભણીયાને મારી નાખવો છે તેમ કહી ઇરાદા પૂર્વક આ તમામ શખ્સોએ ગેર કાયદેસર મંડળી છરી, લોખંડના પાઇપો, હાથમા પહેરવાનું કડુ જેવા જીવલેણ હથીયાર ધારણ કરી વિપુલ સાંખટ, બાલું જાદવ સાંખટ, કપિલ મંગા શિયાળ, મનીષાબેન સાંખટ, ભાવેશ નાનું સાંખટ તેમજ રમેશ નાનું સાંખટ સહીત પર જીવલેણ હુમલો કરી દિધો હતો.
આ હુમલામાં તમામ અલગ અલગ યુવાનોને માથામાં, પેટના ભાગે, હાથ, છાતી, સહીતના શરીરના ભાગોમાં આડેધડ માર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં શખ્સો એ પથ્થરના છુટા ઘા મારી નાશી ગયેલ હતા. આ મારામારીની ઘટનામાં લોહી લુહાણ હાલતમાં કરી દેતા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના સરકાર હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામા આવેલ હતા. આ અંગે કપિલ મંગા શિયાળએ ઉના પોલીસમાં નવ શખ્સો વિરુધ ફરીયાદ નોંધાવતા પોલીસે ૩૦૭, ૩૨૩, ૩૨૫ સહીત અલગ અલગ ગુન્હા હેઠળ ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech