જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર ગોંડલ પંથકની યુવતીએ દુષ્કર્મના બનાવમાં પોલીસ ગુનો નોંધતી ન હોવાના આક્ષેપ સાથે ગઇકાલે આત્મવિલોપ્નનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.યુવતીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.બીજી તરફ આ મામલે ભીંસ આવતા યુવતીની ફરિયાદ પરથી વિરપુર પોલીસ મથકમાં નવ શખસો સામે દુષ્કર્મ-અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ગોંડલના એક ગામમાં રહેતી 28 વર્ષીય યુવતી દ્વારા તેના પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય જે અંગે પોલીસ ગુનો નોંધતી ન હોવાના આક્ષેપ સાથે ગઇકાલે તેણે જેતપુર ડીવાયએસપી કચેરીએ ઝેરી દવા પી આત્મવિલોપ્નનો પ્રયાસ કર્યો હતો.બાદમાં આ મામલે યુવતીની ફરિયાદ પરથી વાવડીના વીડો રહેતા વલ્લભાઇ જાદવ ધોળકીયા, ગીતાબેનનો જમાઇ, કિશોર કેસુભાઇ ધોળકીયા,અમિત ધોળકીયા,પરેશ ધીરૂભાઇ ચૌહાણ, સંદીપ,ગીતાબેન, ગીતાબેનનો પુત્ર,ગીતાબેનની પુત્રી સહિત નવ સામે બીએનએસની કલમ 140(4), 115(2), 351(1,2,3) 64(1) અને 54 મુજબ ગુનો નોંધ્યો છે.
યુવતીએ ફરિયાદમાં જણાવેલી હકિકત મુજબ ગોંડલના વાવડીના વીડો ગામમાં રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહિત સાત શખ્સોએ તા. 20/12/24 નાં મારૂ ઘર ભંગાવી નાખવાની ધમકી આપી મારૂ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી હતી, જ્યાં આરોપીઓ દ્વારા છેતરીને મૈત્રી કરાર કરાવી ગોંધી રાખી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અત્રે ઉલ્લેનીય છે કે યુવતીએ અગાઉ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, આ બનાવ અંગે મેં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા અંગે વિરપુર પોલીસમાં ફરિયાદ કરી તો જુનાગઢ ગુનો બને છે ત્યાં જાવ તેવુ પોલીસ તરફથી કહેતા જુનાગઢ એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ગઈ હતી.પરંતુ ત્યાં વિરપુર પોલીસમાં જાવ તેવુ જણાવી યોગ્ય જવાબ નહી આપી ધક્કા ખવડાવતા હોય આખરે મારે ન્યાય માટે આત્મવિલોપ્ન કરવાની ફરજ પડી રહી છે, જો મને કંઈ પણ થશે તો જૂનાગઢ અને વિરપુર પોલીસ તથા એસપી કચેરીની જવાબદારી રહેશે તેવું લેટરમાં પણ જણાવ્યું હતું.દરમિયાન ગઇકાલે તેણે આત્મવિલોપ્નનો પ્રયાસ કયર્િ બાદ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech