નીલગાય સલામતી માટે પોલીસના શરણે ?

  • January 09, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં હાલ દીપડાની દહેશત છે. શહેરના છેવાડાના અલગ–અલગ વિસ્તારોમાં દીપડાએ દેખા દિધીની વાતો સામે આવી રહી છે. ત્યારે આજરોજ શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા આજીડેમ પોલીસ મથકમાં નીલગાય ઘૂસી ગઈ હતી. જેથી આ બાબતે પોલીસ દ્રારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. આજરોજ સવારના સમયે આજીડેમ પોલીસ મથકમાં ફરજ પર રહેલા સ્ટાફ અહીં પોલીસ સ્ટેશન સંકુલમાં પાછળ આવેલ જગ્યાએ જોતા અહીં કોઈ પ્રાણી હોય તેવું નજરે પડું હતું. હાલમાં દીપડાની દહેશત હોય એક તબક્કે ભય ફેલાયો હતો. પરંતુ બાદમાં માલુમ પડું હતું કે દીપડો નહીં પરંતુ નીલગાય છે. જેથી આ બાબતે બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.શહેરમાં એક તરફ દીપડાની દેહશત છે ત્યારે બીજી તરફ આજીડેમ પોલીસ મથકમાં નીલગાય આવી પહોંચી હતી. ત્યારે હવે શહેરના છેવડાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા વધ્યા હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application