રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં યુવાધનને સ્વાસ્થ્ય અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉમદા ઉદ્દેશથી યોજાનાર નાઇટ હાફ મેરેથોન ૨૦ અંતર્ગત તા. ર૬થી ૨૮ ડિસેમ્બર દરમિયાન જનકલ્યાણ હોલ ખાતે આાએનએચએમ ૨.૦ બીબ એકસ્પોનું અનાવરણ આજ રોજ તા ૨૬ ડિસેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઓમનિટેક એન્જીનિયરીંગ પ્રા. લી.ના ઉદયભાઈ પારેખ અને જી. એમ એન્જીનિયરીંગ પ્રા.લી.ના ભાવિનભાઈ જાવીયાના વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.
આ બીબ એકસ્પો અંગે વધુ માહિતી આપતા રાજકોટ રનર્સ એસોસીએશનના સેકેટરી ડો. દિી મહેતા અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સેક્રેટરી આશિષ જોષી જણાવ્યું છે કે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલીકાના સહયોગથી રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન બીજી વખત થઈ રહ્યું છે. ત્યારે આ મેરેથોનના ઉપલક્ષમાં બીબ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં યોજાતી તમામ મોટી મેરેથોન ઇવેન્ટમાં આ પ્રકારની એકસ્પો યોજાતા હોય છે, જેનો લાભ આ વર્ષે રાજકોટ અને સૌરાષ્ટ્ર્રના લોકોને પણ મળશે. આ બીબ સ્કસ્પોમાં મેરેથોનના ફાયદાઓ, નિયમો અને દોડવીરો એ કેવી રીતે ફિટનેસ મેઇન્ટેન કરવી વગેરે જેવી બાબતોની માહિતી પણ પ્રદર્શીત કરાશે. આ ઉપરાંત એકસ્પોના એકટીવીટી એરિયામાં બારબેન્ડર જીમ દ્રારા ફિટનેસને લગતી વિવિધ એકટીવીટી કરાવવામાં આવશે. નાઈટ મેરેથોનમાં ભાગ લેનાર તમામ દોડવીરો માટે બીબ કીટનું વિતરણ પણ એકસ્પોમાં શ કરવામાં આવ્યું છે.રમત–ગમતના દરેક ક્ષેત્રમાં રસ ધરાવતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી આ ત્રિ–દિવસીય પ્રદર્શન દરમિયાન રાજકોટનું પ્રતિનિધિત્વ કરી સ્વિમિંગ, બાસ્કેટબોલ, એથ્લેટિકસ, બેડમિન્ટન, તીરંદાજી અને પાવર લિિટગં જેવી વિવિધ ખેલ–કુદ સ્પર્ધામાં જવલતં સફળતા મેળવી રાષ્ટ્ર્રીય ફલક ઉપર રાજકોટને નામના અપાવનાર રમતવીરોને બીબ એકસ્પોના પ્રથમ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્ર્રીય કક્ષાએ સિધ્ધી મેળવનારા ૦૯ ખેલાડીઓ સહિત અન્ય ૭૪ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એકસ્પોનો સમય સવારે ૧૦થી રાત્રે ૧૦ કલાકનો રહેશે. પ્રદર્શનમાં જાહેર જનતા માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે, જેથી સર્વેને આ પ્રદર્શનનો લાભ લેવા અયોજકો દ્રારા જણાવાયું છે. આ નાઇટ હાફ મેરેથોનના સંદર્ભે આયોજીત આરએનએચએમ ૨.૦ બીબ એકસ્પોને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશનના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિિ મહેતા, સહ–મંત્રી રવિ ગણાત્રા, શૈલેષભાઈ ગોટી દ્રી સનતભાઈ માખેયા, પ્રોજેકટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખથી મેહત્પલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્રારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે
આયોજકો દ્રારા તડામાર તૈયારીઓ
નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેનાર ૫૦૦૦ જેટલા દોડવીરોમાં મેરેથોન માટે અદમ્ય ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ આયોજકો દ્રારા તમામ તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. દરેક સ્પર્ધકને ટી–શર્ટ અને આર.એફ.આઇ.ડી. બીબ સહીતની કીટ આપવાની પ્રક્રિયા પૂર્ણતા તરફ છે. આર.એફ.આઇ.ડી. વાળા બીબ દ્રારા દરેક સ્પર્ધકનું રીયલ ટાઇમ મોનીટરીંગ અને તેના સ્ટાર્ટ અને એન્ડ ટાઇમીંગને ચોક્કસ પણે કોમ્પયુટર સિસ્ટમમાં રજીસ્ટર કરવામાં આવશે. નાઇટ હાફ મેરેથોન દરમિયાન દર બે કીમીના અંતરે સ્પર્ધકો માટે હાઇડ્રેશન કાઉન્ટર રખાશે અને ઓન ટ મેડીકલ ફેસેલીટી હાજર રખાશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ આયોજકો દ્રારા દોડવીરોને રીફ્રેશમેન્ટ આપવામાં આવશે. આખા ટ પર વોલીયન્ટની ટીમ પણ તૈનાત રહેશે, જેથી સ્પર્ધકોને ગાઇડ કરી શકાય. આખા ટ પર લાઇટીંગની પણ વ્યવસ્થા કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech