રાજકોટમાં આગામી તા. 1થી 3માં મેયર, જી. પં., તા.પં., ન.પા. પ્રમુખની પસંદગી માટે સુનાવણી

  • August 28, 2023 08:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે આગામી તારીખ 1થી 3 પ્રભારીઓ અને પ્રમુખો સાથે ભાજપ પ્રદેશ નેતાઓની ટીમ સેન્સ લેવાની કાર્યવાહી કરશે. 


સેન્સ લેવાની પ્રક્રિયા બાદ આ રિપોર્ટ પ્રદેશને સોંપવામાં આવશે અને ત્યારબાદ અંતિમ પસંદગી કરવામાં આવશે. મહત્વનું છે કે, મહાનગરમાં એક જ દિવસમાં પસંદગીની પ્રક્રિયા પૂરી કરી રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવશે જ્યારે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. 


રાજકોટમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે તે બાબત પર સૌની મિટ મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application