મિઝોરમમાં નવા રચાયેલા પક્ષ ઝેડપીએમને બહુમતી

  • December 04, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે યોજાનારી મતગણતરી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મુવમેન્ટ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલાની અપેક્ષા છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે સોમવારે જાહેર થયેલા મતોની ગણતરીના પ્રારંભિક વલણોમાં, વિપક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટએ રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ પર લીડ મેળવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના ઉપમુખ્યમંત્રી તવાનલુઈયા તુઇચાંગમાં ઝેડપીએમઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામા સામે હારી ગયા છે. મિઝો નેશનલ ફ્રન્ટના તવાનલુઈયાને 6,079 વોટ મળ્યા, જ્યારે ઝેડપીએમના ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામાને 6,988 વોટ મળ્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સી લાલહરિયાતુયાને 1,674 વોટ મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર લાલહમુન્સિયામીને માત્ર 67 વોટ મળ્યા છે. મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના 8.57 લાખ મતદારોમાંથી 80 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીમાં 18 મહિલાઓ સહિત કુલ 174 ઉમેદવારો મેદાનમાં છે. એમ એન એફ , ઝેડપીએમ અને કોંગ્રેસે 40-40 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મિઝોરમમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application