હાલના મહિનાઓમાં વ્યાપારી એરલાઇન્સને અસર કરતી જીપીએસ સ્પુફિંગની ઘટનાઓમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. આ એક પ્રકારનો ડિજિટલ હુમલો છે, જે ઉડતા વિમાનની ઘડિયાળને હેક કરી તેના સમયમાં ફેરફાર કરી તેને માર્ગ પરથી હટાવી શકે છે. એવિએશન કન્સલ્ટન્સી સંસ્થા ઓપીએસ ગ્રુપના જણાવ્યા અનુસાર, આવા હત્પમલાઓ હવે 'ટાઈમ હેક' કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રિટિશ સાયબર સિકયુરિટી ફર્મ પેન ટેસ્ટ પાર્ટનર્સના સ્થાપક કેન મુનરોએ લાસ વેગાસમાં એક હેકિંગ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે જીપીએસને સ્થિતિના ક્રોત તરીકે વિચારીએ છીએ, પરંતુ તે વાસ્તવમાં સમયનો ક્રોત છે.
જીપીએસ સિલની હેર–ફેરથી એરક્રાટ પાઇલોટ અથવા ઓપરેટરો સાચી દિશા ગુમાવી શકે છે. આ કારણે વિમાન નિર્ધારિત લાઇટ માર્ગથી ભટકી શકે છે. આ એર ટ્રાફિક નિયંત્રકો માટે મૂંઝવણની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે હવામાં અથડામણનું જોખમ વધારી શકે છે. એપ્રિલમાં ફિનએર જીપીએસ સ્પૂફિંગને કારણે પૂર્વીય એસ્ટોનિયન શહેર ટાર્ટૂ માટે લાઇટસ અસ્થાયી પે અટકાવી હતી. આ માટે પાડોશી દેશ રશિયાને જવાબદાર ગણવામાં આવ્યું હતું.મુનરોએ જણાવ્યું કે, એવા અહેવાલો મળ્યા છે કે સ્પુફિંગની ઘટનાઓ દરમિયાન, એરોપ્લેનમાંે છે. તાજેતરમાં જીપીએસ સ્પુફિંગના કારણે એક મોટી પશ્ચિમી એરલાઇનના એરક્રાટની ઘડિયાળોએ અચાનક વર્ષેા આગળનો સમય બતાવવાનું શ કયુ. જેના કારણે એરક્રાટની ડિજિટલ રીતે એનક્રિપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ તૂટી ગઈ હતી. વિમાન કેટલાંક અઠવાડિયાં સુધી ઉડી શકયું ન હતું.
જીપીએસએ ગ્રાઉન્ડ ડિવાઈસનું સ્થાન લીધું છે. આ એરક્રાટના લેન્ડિંગ માટે માર્ગદર્શન આપવા માટે રેડિયો બીમ પ્રસારિત કરે છે. સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થતા ભાગો અને સામાન્ય તકનીકી જ્ઞાન સાથે પીપીએસ સિલને બ્લોક અથવા વિકૃત કરવું સરળ થઈ ગયું છે. તેનાથી સંઘર્ષના વિસ્તારોની આસપાસ ડ્રોન અથવા મિસાઇલોને ભ્રમિત કરવા માટે ખોટી સ્થિતિનું પ્રસારણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech