નવી ટેકનોલોજી કેન્સરના કોષોને સામાન્ય કોષોમાં રૂપાંતરિત કરશે

  • December 31, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્સરની સારવારમાં ઘણી નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે, પરંતુ મોટાભાગની સારવારમાં સામાન્ય રીતે કેન્સરના કોષોનો નાશ કરવાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, ફકત આ કોષો ફરીથી ઉત્પન્ન થવાની સંભાવના નથી, પરંતુ અન્ય સામાન્ય કોષોને પણ નુકસાન થાય છે. દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ કોલોન કેન્સરની સારવાર માટે એક એવી ટેકનિક વિકસાવી છે જે સામાન્ય કોષોને નુકસાન પહોંચાડા વિના કેન્સરના કોષોને સામાન્ય કોષોમાં બદલી શકે છે.
કોરિયા એડવાન્સ ઇન્સ્િટટૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રોફેસર કવાંગ હેંગની આગેવાની હેઠળના આ સંશોધનમાં ઓન્કોજેનેસિસ (કેન્સર રચનાની પ્રક્રિયા) નો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે સામાન્ય કોષો તેમની ભિન્નતા ગુમાવે છે (ચોક્કસ કાર્યેા કરવાનું બધં કરે છે) અને અસામાન્ય રીતે વૃદ્ધિ કરવાનું શ કરે છે તેમજ નિયંત્રણની બહાર જાય છે. સંશોધકોએ એક પરમાણુ સ્વીચની ઓળખ કરી છે જે કેન્સરના કોષોને ફરીથી સામાન્ય કોષોની જેમ વર્તે છે. જે કોષોની અંદર વિવિધ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. પ્રાણીઓ પર કરવામાં આવેલા આ પરીક્ષણો સફળ રહ્યા છે. આ સંશોધનની મદદથી ભવિષ્યમાં એવી દવાઓ વિકસાવવામાં આવી શકે છે જે કેન્સરના કોષોને સામાન્ય કોષોમાં બદલી શકે છે. તેનાથી અનેક પ્રકારના કેન્સરની સારવાર શકય બનશે.
કેન્સરની સારવારની મોટાભાગની પદ્ધતિઓમાં, કીમોથેરાપી અને રેડિયેશનની મદદથી કોષોનો નાશ કરવામાં આવે છે. તેની ઘણી આડઅસરો છે. વધુમાં, આ કોષો પ્રતિરોધક બની જાય છે, જે સમય જતાં તેનો નાશ કરવાનું મુશ્કેલ બનાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application