જિલ્લા પંચાયતનું નવા વેરા વિનાનું કરોડોનું બજેટ કોંગ્રેસના વિરોધ વચ્ચે મંજૂર

  • February 22, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લ ા પંચાયતનું ૨૦૨૪–૨૫ના વર્ષનું પુરાંતવાળુ પ્રજા પર કોઈપણ નવા કરવેરા વધારા વિનાનું ચૂંટણીલક્ષી બજેટ સામાન્ય સભામાં રજૂ થયું હતું. બજેટમાં કોંગ્રેસ દ્રારા વિપક્ષને મળતા લાભ, ગ્રાન્ટ છેદ ઉડી ગયાના મુદે વિરોધ વંટોળ કરાયો હતો અને બહત્પમતે બજેટ મંજૂર થયું હતું. રાજકોટ દ્રારા બજેટ ડીડીઓને સુપરત કરવામાં આવ્યું હતું.બજેટ સંદર્ભે જિલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, પોતે પ્રથમ વખત જિલ્લા પંચાયતનું સને ૨૦૨૩–૨૪નું સુધારેલ અને ૨૦૨૪–૨૫નું બજેટ સામાન્ય સભા સમક્ષ મુકતા હત્પં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છુ, સને ૨૦૨૪–૨૫નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં નીચેની મુખ્યત્વે જોગવાઈ કરેલ છે. ગ્રામ્ય પ્રજા ઉપર કોઈપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી.

રાજકોટ જિલ્લ ા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઈની રકમો જિલ્લાના પ્રજાજનોના કલ્યવાણ–ઉત્કર્ષ–પ્રગતિ માટે વપરાવ તેવી અભ્યાર્થના સાથે સમિતિ સમક્ષ આ બજેટ રજૂ કરું છું. રાજકોટ જિલ્લા પંચાયતનું સને ૨૦૨૩–૨૪ના સુધારેલ અંદાજપત્રમાં સ્વભંડોળમાં  રૂા.૧૭૨૫.૦૨ લાખની, રાય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂા.૮૦૮૫૨.૬૬ લાખની અને દેવા વિભાગનું રૂા.૧૮૨૯.૬૭ લાખની મળીને કુલ રૂા.૮૪૪૦૭.૩૫ લાખની જોગવાઈ છે તેમજ સને ૨૦૨૪–૨૫નુ અંદાજપત્રમાં સ્વભંડોળમાં રૂા.૧૫૮૭.૨૬ લાખની રાય સરકાર તરફથી મળતા અનુદાનનું રૂા.૯૧૪૫૫.૦૫ લાખની અને દેવા વિભાગનું રૂા.૧૪૬૮.૩૮ લાખની મળીને કુલ રૂા.૮૪૫૧૦.૬૯ લાખની કુલ જોગવાઈ છે.

સને ૨૦૨૪–૨૫ના અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ્ર જોગવાઈ નીચે મુજબ છે.
(૧) શ્રે  ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૨) ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પાંચ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૩) વિકાસનાં કામો માટે ૭ કરોડ ૯૨ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. (૪) પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ બનાવવા માટે ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૫) રાજકોટ જિલ્લ ાને કુપોષણ મુકત કરવાના અભિયાનના ભાગરૂપે આઈસીડીએસ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટિનયુકત આહાર પુરો પાડવા માટે ૨૦ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૬) પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ૨ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૭) સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ ૪૦ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૮) તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે ૨૮ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૯) પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવે છે. (૧૦) જિલ્લ ા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકના પરિવારને ૧ લાખ ચૂકવવા પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે.આજે બજેટ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી દ્રારા રજુ કરાયું હતું. કોંગ્રેસના વાંધા, વચકા, વિરોધ વચ્ચે બજેટ શાસક પક્ષના બહુમતે મંજૂર થયું હતું.

અયોધ્યાધામ તથા રાજકોટને અબજોના વિકાસ કામોની ભેટના સામાન્ય સભામાં કરાયા વધામણા
ગત મહિને તા.૨૨નાં રોજ અયોધ્યાધામમાં ભવ્ય શ્રી રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં દિવાળીના ઉત્સવની જેમ ઉજવવામાં આવી હતી. માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રામ ભકતોએ આ શુભ અવસરમાં પૂર્ણ શ્રધ્ધા અને ભકિત સાથે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દરેક મંદિરમાં સ્વચ્છ તીર્થ અભિયાન અને પ્રાણ પ્રતિ ા મહોત્સવના શુભ અવસરે દરેક ઘરમાં પ્રજવલિત રામ યોતિની રોશનીએ સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ બનાવ્યો હતો. જે બદલ રાજકોટ જિલ્લ ા પંચાયત પરિવાર તરફથી કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજની ખાસ સામાન્ય સભામાં અભિનંદન સાથે આભાર કરવા સાથે સાથે આગામી રવિવારે વડાપ્રધાન દ્રારા રાજકોટ ખાતે નિર્માણ પામેલી એઈમ્સ હોસ્પિટલ સહિતના અબજો રૂપિયાના વિકાસકામોની ભેટ આપનાર છે જે બદલ પણ જિલ્લ ા પંચાયતના શાસકો દ્રારા પીએમ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઠરાવ પસાર કરી ખુશી વ્યકત કરાઈ હતી.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application