રાજકોટ યાર્ડમાં નવી સીઝનનો પ્રારભં જણસીઓની સવા લાખ મણથી વધુ આવક

  • February 27, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી રવિ પાકની નવી સીઝનનો પ્રારભં થયો છે અને વિવિધ જણસીઓની સવા લાખ મણથી વધુની આવક થવા પામી હતી. ગઈકાલે મહા શિવરાત્રીની રજા બાદ આજે વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડા હતા. હવે આગામી એક મહિના સુધી ઉત્તરોતર આવક વધશે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી જણસીઓની સવા લાખ મણથી વધુની આવક નોંધાઇ હતી જેમાં મુખ્યત્વે ચણાની આવક ૩૦૦૦૦ મણ, ધાણાની આવક ૨૦૦૦૦ મણ, જીની આવક ૧૨૦૦૦ મણ, તુવેરની આવક ૧૭૫૦૦ મણ અને ઘઉં ૨૫૦૦૦ મણ, કપાસ ૧૬૦૦૦ મણ અને મગફળીની ૪૦૫૦૦ મણ આવક થવા પામી હતી. ખેડૂતોના જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમ વાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application