ભાજપના શહેર–જિલ્લા અને મહાનગરોના નવા પ્રમુખની જાહેરાત ટૂંક સમયમાં થવા સંભાવના

  • January 15, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જનતા પાર્ટી દ્રારા જિલ્લા અને શહેર નવા પ્રમુખ ના નામોની જાહેરાત વિલંબિત થાય તેવા સંકેત મળી રહ્યા છે.રાયનાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના ભાજપ પ્રમુખ નાં નામની જાહેરાત માટે હજુ થોડી રાહ જોવા પડશે.ભાજપના ૪૧ પ્રમુખપદ માટે ૧૩૦૦ દાવેદારો નો રાફડો ફાટો છે. ૨૦મી જાન્યુઆરી સુધીમાં જિલ્લ ા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે અધિકારી તરીકે નીમેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ ગુવારે ગુજરાત આવીને પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. આ બેઠક પૂરી થયા બાદ આવતા સાહે પ્રદેશ ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થઈ શકે.
રાયમાં આગામી મહિનાઓમાં ૭૨ પાલિકા, ૯૨ તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવામાં આવે તેવા સંકેત છે.ભાજપના શહેર–જિલ્લા પ્રમુખો તેમજ ૨૦મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે શિસ્તબદ્ધ પક્ષમાં હત્પંસાતુંસી જેવી આંતરિક સ્થિતિ હોવાની ચર્ચાએ વેગ પકડો છે.જોકે, આ મામલે ભાજપના પીઢ નેતાઓ કહી રહ્યા છેકે, પક્ષમાં કોઈ કકળાટ નથી અને ટૂંક સમયમાં જ પ્રમુખોની જાહેરાત થઈ જશે. પૂર્વ મુખ્યમંત્રી ભાજપના કાર્યકરોને શિસ્તબદ્ધ ગણાવી રહ્યા છે પરંતુ, સમાજના આગેવાનોને સ્થાન મળવાનો દાવો ખૂદ કેબિનેટ મંત્રી કહી રહ્યા છે.
સંગઠનમાં કોળી સમાજના આગેવાનોનું પ્રભુત્વ વધે તેવી માગ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરી રહ્યા છે.એટલું જ નહીં સરકારના મંત્રી મંડળમાં ફેરફારોની અટકળો વચ્ચે પણ સમાજનું પ્રભુત્વ રહેવાનો દાવો બાવળિયાએ કર્યેા છે. કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે, આગામી સમયમાં પણ કોળી સમાજને સરકારમાં પ્રભુત્વ મળશે.
પ્રા અહેવાલ અનુસાર, ગુજરાત જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો માટે કેન્દ્રીય ભાજપ સાથે ચર્ચા–વિચારણા હજું કરવાની બાકી છે.દિલ્હી હાઈકમાન્ડ તરફથી લીલીઝંડી મળ્યા બાદ ભાજપનાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે.આ અગાઉ શહેર અને જિલ્લા પ્રમુખોની પસંદગીને લઈ ગાંધીનગર કમલમ ખાતે બેઠકો યોજાઈ હતી સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારીઓ ૩૩ જિલ્લા પ્રમુખ, ૯ મહાનગરનાં શહેર પ્રમુખ માટે દાવેદારોની યાદી સાથે દિલ્હી પહોંચ્યા હતા.
સમાનતા અને સમરસતાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી માટે ૩૩ જિલ્લા અને આઠ મહાનગર માટે પ્રમુખ ની શોધ કપરી બની છે. ૪૧ પ્રમુખ માટે ૩૩૦૦ થી વધુ દાવેદારોનો રાફડો ફાટો છે. બીજી બાજુ ગાંધીનગર થી દિલ્હી સુધી પ્રમુખ પદ મેળવવા માટે થઈને લોબીંગ પણ શ થયું છે પરિણામે મામલો પેચીદો બન્યો છે. આ જાહેરાત એકાદ સાહ વિલંબિત થાય તેવા સંકેત મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ પૂર્ણ કરીને તેઓ દિલ્હી પરત ગયા બાદ નામોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના વિશેષ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application