ચાર્જેબલ એફએસઆઈના પેમેન્ટની નવી પોલિસી મંજૂર

  • August 13, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ચાર્જેબલ એફ.એસ.આઇ (લોર સ્પેસ ઇન્ડેકસ) આપવાનું શ કરાયું ત્યારબાદ તેનું પેમેન્ટ વસુલવામાં માટેની કોઇ ચોક્કસ નીતિ અમલી ન હતી પરંતુ હવે અમદાવાદ, વડોદરા અને સુરતની જેમ રાજકોટ શહેરમાં પણ ચાર્જેબલ એફએસઆઇ માટેની એક ચોક્કસ નીતિ તૈયાર કરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. દરમિયાન આજે અટલ સરોવર ખાતે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરાઇ હતી.
સ્ટેન્ડિંગ કમિટીએ આજે મંજુર કરેલી દરખાસ્ત હવે આગામી જનરલ બોર્ડ મિટિંગ કે જે આગામી દોઢ મહિના પછી મળનારી છે તેમાં દરખાસ્ત સ્વપે રજૂ થશે અને આ ઠરાવની અમલવારી જનરલ બોર્ડ મિટિંગમાં મંજૂરી મળ્યાના બાદના માસની પ્રથમ તારીખથી લાગુ કરવામાં આવશે તેવો પણ દરખાસ્તમાં સ્પષ્ટ્ર ઉલ્લેખ કરાયો છે. એકંદરે સંભવત: દિવાળી પછીથી આ નવી પોલિસી લાગુ થશે. હાલ સુધી ચાર્જેબલ એફએસઆઇના હા કરી અપાતા હતા પરંતુ દરેકને તેનો લાભ મળતો ન હતો તદઉપરાંત હાની રકમ નિશ્ચિત ન હતી તેમજ હાની રકમ ઉપર વ્યાજ વસુલાતું ન હતું. એકંદરે લાગવગ ધરાવનારાઓ ટીપી બ્રાન્ચના અધિકારીઓ કે ઇજનેરો સાથે સેટિંગ કરી ધાયુ નિશાન પાર પાડતા હતા. યારે આજે મંજુર કરાયેલી ઉપરોકત નવી પોલિસીથી હવે લાગવગ ન ધરાવતા હોય તેવા દરેકને પણ સમાન રીતે પેમેન્ટમાં હા પધ્ધતિનો લાભ મળશે, સમાન હિસ્સામાં હા હશે અને હાની રકમ ઉપર વ્યાજ પણ વસુલાશે. હાલ સુધી બિલ્ડર સાથે ટીપીઓ જ બધુ નક્કી કરી લેતા હતા. હવે ડેપ્યુટી કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર જેવી હાયર ઓથોરિટી પણ આવા મામલે હસ્તક્ષેપ કરી નિર્ણય કરશે.
અિકાંડ બાદ ટીપી બ્રાન્ચની એકહથ્થુ સત્તાને વિકેન્દ્રિત કરવા અને ભ્રષ્ટ્રાચારને જડમુળથી ડામવા ટીપી બ્રાન્ચના તમામ ઇજનેરોની સામુહિક બદલીઓ કરી ટીપી બ્રાન્ચના ત્રણ ફાડીયા કરી ત્રણેય ઝોનમાં ટીપીઓ નિયુકત કરવા હત્પકમ કરાયો હતો. તદઉપરાંત ટીપી બ્રાન્ચના કામગીરી મુજબ ભાગલા પાડી ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ જેવા બે વિભાગ કાર્યાન્વિત કરાયા હતા. દરમિયાન આજે ચર્જેબલ એફએસઆઇના પેમેન્ટમાં હા કરી આપવાની નવી પોલિસી મંજુર થતા લાગવગના ધોરણે થતા વહીવટ અને ભ્રષ્ટ્રાચારની વધુ એક બારી બધં થઇ ગઇ છે. અગાઉ ટીપી બ્રાન્ચની પાંખો કાપી નાખ્યા બાદ હવે રહ્યા સહ્યા પીંછા પણ ખેરવી નાંખવામાં આવ્યા છે. એકંદરે કહી શકાય કે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇના અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(ઔડા)ના કાર્યકાળના સુદીર્ઘ અનુભવનો લાભ રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનને મળી રહ્યો છે

હાલ સુધી શું થતું હતું અને હવે પછી શું થશે?
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં હાલ સુધી પેઇડ એફએસઆઇની રકમ માટે અનુકુળતા મુજબના હા કરી આપવામાં આવતા હતા પરંતુ હવે તેવું શકય નહીં બને હવે મહત્તમ એક વર્ષમાં અને ફકત ચાર હામાં સંપૂર્ણ રકમ ચૂકતે કરવાની રહેશે. ૨૫ ટકા રકમ ભરપાઇ કર્યા બાદ બાકી રહેતી ૭૫ ટકા રકમના હા કરી આપવામાં આવશે. હાલ સુધી એવું ચાલતું હતું કે ૧.૮ એફએસઆઈ મળવાપાત્ર હોય અને બિલ્ડરને ૨.૭ એફએસઆઈ જોઇતી હોય મતલબ કે ૦.૯ પેઇડ એફએસઆઇ જોઈતી હોય તો તેને નિયમ મુજબ જંત્રી દરના ૪૦ ટકા રકમ પ્રતિ ચોરસ મીટર મુજબ વસુલીને પેઇડ એફએસઆઇ આપવામાં આવતી હતી, યારે પેઇડ એફએસઆઇની રકમ ચુકવવા માટે બિલ્ડરની અનુકુળતા મુજબ હા કરી આપવામાં આવતા હતા અને જે પ્રોજેકટ માટે પેઇડ એફએસઆઇ લેવામાં આવી હોય તે પ્રોજેકટમાં મુળભૂત મળવાપાત્ર નિર્ધારિત એફએસઆઇ મુજબનું બાંધકામ પૂર્ણ થાય અને પેઇડ એફએસઆઇ મુજબનું વધારાનું બાંધકામ શ થાય ત્યારબાદ નક્કી કરાયેલા હા મુજબ બિલ્ડર દ્રારા પેઇડ એફએસઆઇની રકમની ચુકવણી કરવામાં આવતી હતી]


પેઇડ એફએસઆઇની નવી નીતિની હાઇલાઇટસ
– .૨૫ લાખ સુધીની રકમમાં હા કરી અપાશે નહીં
– એક વર્ષમાં મહત્તમ ચાર હામાં સંપૂર્ણ રકમ ચુકવવાની
– હાની રકમ સિટી ઇજનેર–ટીપીઓ નિયત કરશે
– એક વર્ષથી વધુ સમયના હા માટે કમિશનરને સત્તા
– હા ઉપર મહત્તમ વ્યાજ દર મુજબ વ્યાજ વસુલાશે
– ચેક બાઉન્સ થયે પ્રતિ માસ ૧૮ ટકા પેનલ્ટી
– એડવાન્સ ચેક લેવાશે, સંપૂર્ણ રકમ ભર્યે જ બીયુ મળશે
– અગાઉના મંજુર મામલામાં વ્યાજ નહીં વસુલાય
– બેન્ક રેઈટમાં થતા ફેરફારો અસરકર્તા રહેશે
– જનરલ બોર્ડમાં ઠરાવ થયાના એક મહિનામાં અમલ થશે
– પેઇડ એફએસઆઇની રકમ વસુલવા અને અમલી ટીપી સ્કિમોમાં ઇન્ક્રીમેન્ટલ ચાજીર્સની રકમ વસુલવાની નીતિ વિષયક કાર્ય પધ્ધતિની રચના કરવા કમિશનરને સત્તા અપા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News