આગામી સત્રથી દેશમાં નવી મેડિકલ કોલેજો શ થવાની સાથે એમબીબીએસની સીટ પણ વધશે. જો કે આ સંખ્યા કેટલી હશે તે અંગે હજુ આકારણી પ્રક્રિયા ચાલી રહી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને નવી મેડિકલ કોલેજો માટે ૧૧૨ ઓનલાઈન અરજીઓ અને એમબીબીએસ સીટ વધારવા માટે ૫૮ ઓનલાઈન અરજીઓ મળી છે, તેમની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે
નેશનલ મેડિકલ કાઉન્સિલના અંડરગ્રેયુએટ મેડિકલ એયુકેશન બોર્ડના પ્રમુખ ડો. અણા વી. વણિકર કહે છે કે ૨૦૨૪–૨૫માં એમબીબીએસની કેટલી બેઠકો વધારવામાં આવશે તે અંગે કોઈ લયાંક નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ બેઠકો વધારવાની સાથે વધુમાં વધુ ભાર મૂકવામાં આવશે. વિધાર્થીઓને શ્રે તબીબી શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંગે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્રારા જરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ધીરે ધીરે કોલેજોની મુલાકાત લેવાની પ્રક્રિયા ઓછી થશે અને ઓનલાઈન પ્રક્રિયાને વધુ અનુસરવામાં આવશે.
એમબીબીએસ સીટ વધારવા માટે અરજીઓ મળી
૨૦૧૩–૧૪માં દેશમાં ૩૮૭ મેડિકલ કોલેજ હતી, જે હવે વધીને ૭૦૬ થઈ ગઈ છે, યારે એમબીબીએસની બેઠકોની સંખ્યા પણ ૫૧,૩૪૮થી વધીને ૧,૦૮,૧૯૮ થઈ ગઈ છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન પીજી સીટ પણ ૩૧,૧૮૫ થી વધીને ૬૯,૪૫૭ થઈ ગઈ છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને નવી મેડિકલ કોલેજો શ કરવા અને એમબીબીએસ સીટ વધારવા માટે અરજીઓ મળી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્રારા અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. નેશનલ મેડિકલ કાઉન્સિલએ કોલેજોમાં આધાર આધારિત બાયોમેટિ્રક હાજરી સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરી છે
વલ્ર્ડ કલાસ મેડિકલ એયુકેશન પણ એક ધ્યેય
નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ૧.૦૮ લાખએમબીબીએસ સીટ છે અને આ સીટોમાં હજુ ૪૦ હજારનો વધારો થઈ શકે છે. દેશમાં સીટ વધીને ૧.૫ લાખ થઈ શકે છે. આ વર્ષે પણ બેઠકો વધારવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે પરંતુ નેશનલ મેડિકલ કાઉન્સિલનો ઉદ્દેશ્ય માત્ર બેઠકો વધારવાનો નથી પરંતુ વિધાર્થીઓને શ્રે તબીબી શિક્ષણ મળે તે જોવાનો પણ છે.કોલેજોના રેટિંગનો પણ આ હેતુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ મેડિકલ કાઉન્સિલ કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત તમામ જરી સુવિધાઓની નજીકથી તપાસ કરશે અને પછી જ મંજૂરી આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech