પુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. કંપનીએ ફરીવાર એક સાથે અનેક નવા ફીચર્સ બહાર પાડ્યા. ઇન્સ્ટાગ્રામના લેટેસ્ટ ફીચર્સ યુઝર્સને સોશિયલ મીડિયાનો નવો અનુભવ આપશે. ઇન્સ્ટાગ્રામએ હવે તેના પ્લેટફોર્મમાં સ્ટોરી સેક્શનમાં કોમેન્ટ, બર્થડે નોટ્સ ફીચરઅને DMsમાં કટઆઉટ્સ જેવી સુવિધાઓ શામેલ કરી છે. નવું ફીચર આવ્યા બાદ યુઝર્સ સ્ટોરીમાં કોમેન્ટ પણ કરી શકશે.
મેટાની માલિકીની આ એપ યુઝર્સની સુવિધા માટે ઘણી નવી સુવિધાઓ આપે છે. એપને વધુ સુવિધાજનક બનાવવા માટે કંપની નવા ફીચર્સ લાવી રહી છે. યુઝર્સ હવે પોસ્ટની જેમ સ્ટોરી સેક્શનમાં પણ કોમેન્ટ્સ કરી શકશે. DM ફીચરમાં કટઆઉટની ચેટમાં પણ ફોટોકટ આઉટ સ્ટીકર મોકલી શકશો.
સ્ટોરી સેક્શનમાં કોમેન્ટ
ઇન્સ્ટાગ્રામે સ્ટોરી સેક્શનમાં કોમેન્ટ કરવાની પરવાનગી આપી છે. જે રીતે યુઝર્સ અત્યાર સુધી પોસ્ટ પર કોમેન્ટ કરી શકતા હતા તેવી જ રીતે હવે યુઝર્સ સ્ટોરી પર પણ કોમેન્ટ કરી શકશે. આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે તમામ યુઝર્સ કોઈની સ્ટોરી પર કોઈપણ યુઝર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ જોઈ શકશે. ઇન્સ્ટાગ્રામે આ ફીચર પર લિમિટ પણ લગાવી છે. સ્ટોરી સેક્શનમાં કરવામાં આવેલી કોમેન્ટ ફક્ત 24 કલાક માટે જ દેખાશે. જો હાઇલાઇટ્સમાં સ્ટોરી ઉમેરો, તો તેમાં કરવામાં આવેલી કોમેન્ટ હાઇલાઇટ્સમાં પણ દેખાશે.
DMs માં કટઆઉટ
ઇન્સ્ટાગ્રામે એ DMs માં Cutouts નામનું બીજું શાનદાર ફીચર બહાર પાડ્યું છે. હવે તમે કોઈપણ ફોટો અથવા વિડિયોનું કટઆઉટ લઈ શકો છો અને તેને ચેટમાં શેર કરી શકો છો. અત્યાર સુધી આ સુવિધા માત્ર સ્ટોરી સેક્શનમાં માટે જ ઉપલબ્ધ હતી. હવે યુઝર્સ ફોટો-વિડિયોનું કટઆઉટ લઈ DMમાં મોકલી શકશે.
બર્થડે નોટ્સ ફીચર
ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના યુઝર્સ માટે બર્થ ડે નોટ્સ ફીચરની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં આ ફીચર હજુ સુધી રોલઆઉટ કરવામાં આવ્યું નથી. કંપની તેને ટૂંક સમયમાં રિલીઝ કરશે. આ ફીચર દ્વારા ખાસ જન્મદિવસના દિવસે ઇન્સ્ટાગ્રામ નોટ પર જન્મદિવસની ટોપી પહેરેલ ફોટો દેખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech