ગુજરાત પોલીસમાં નવા વર્ષની ભેટ: 12 સિનિયર અધિકારીઓની બઢતી

  • January 01, 2025 02:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

31મી ડિસેમ્બરની રાત્રે રાજ્ય સરકારે પોલીસ તંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષના અંતિમ દિવસે 12 સિનિયર પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે, જેમાં મહિલા IPS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.


આ બઢતીઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે મહિલા IPS નીરજા ગોટરૂ હવે DGP બન્યા છે, જે ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ ઉપરાંત, ગૃહ સચિવ નિપુણા તોરવણેને એડિશનલ ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે.


અન્ય અધિકારીઓમાં હિતેશ જોયસર, તરુણ દુગલ, ચેતન્ય માંડલીક, સરોજ કુમારી, આરવી ચુડાસમા, આરપી બારોટ, જીએ પંડ્યા, સુધા પાંડે અને સુજાતા મજુમદારને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.



​​​​​​​





આ બઢતીઓથી પોલીસ તંત્રમાં નવો ઉત્સાહ અને જોમ આવશે અને કાર્યક્ષમતામાં પણ વધારો થશે એવી આશા છે. રાજ્ય સરકારે આ નિર્ણય દ્વારા પોલીસ દળના વહીવટને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application