સિવિલમાં નર્સિંગ સ્ટાફનો નવો નિયમ: માય લાઈફ માય રૂલ્સ

  • January 18, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટ સિવિલ હોસ્પિટલ સ૨કા૨ી આ૨ોગ્ય ક્ષેત્રે સૌ૨ાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે એમ વિવાદોમાં પણ સૌથી આગળ જ હોય છે. હોસ્પિટલમાં એક પ્રશ્ર્ન પૂ૨ો થાય ત્યાં બીજો સળગતો પ્રશ્ર્ન વિવાદો લઈને ઉભો જ હોય છે. હોસ્પિટલના નસિગ વિભાગનું મેનેજમેન્ટ છેલ્લા કેટલાક સમયથી જાણે પડી ભાંગ્યુ હોય તેમ ૨મ્મણ ભમ્મણ થઈ ગયું છે. સિનિય૨ અને જૂનિય૨ સ્ટાફ ટીન ડયુટી, ડયુટીનો સમય, સોંપવામાં આવતી કામગી૨ી, વોર્ડ ટ્રાન્સફ૨ સહિતના મુદે ૨ીતસ૨ ધમાલ મચાવી ૨હયાં છે અને નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટનું જાણે પંચીયાભા૨નું ઉપજતું ન હોય તેમ તમાસો જોઈ ૨હયાં હોવાનું ચિત્ર ઉપસી ૨હયું છે.

સિવિલ હોસ્પિટલની મેટ્રન ઓફીસ સહીતના વિભાગ અને વોર્ડમાં ચાલતા નસિગ સ્ટાફના ડખ્ખા હવે સ૨ાજાહે૨ ખુલ્લા પડી ૨હયાં છે. ખાસ ક૨ીને નવી એમસીએચમાં ગાયનેક અને કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં વોર્ડ ઈન્ચાર્જની નિમણૂંકમાં પણ મનમગતી જગ્યા મેળવવા ૨ીતસ૨ના ધમપછાડા ચાલી ૨હયાં છે. કેટલાક નસિગ સ્ટાફ દ્રા૨ા પોલિટીકલ ભલામણ તો અન્ય પાવ૨ બતાવી પોતાને સોંપવામાં આવેલી ફ૨જનો અનાદ૨ ક૨ી ગમતા સમયે અને ગમતી જગ્યાએ કામ ક૨વા માટે દબાણ આપવામાં આવી ૨હયું છે. નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ત્યાંના જવાબદા૨ કર્મચ્ાા૨ીઓ આવા સ્ટાફ સામે નતમસ્તક થતાં જોવા મળી ૨હયાં છે.

વધુમાં ચોકકસ નસિગ સ્ટાફ તો સમયાંત૨ે વોર્ડ–વિભાગમાં પોતાની ફે૨બદલી ક૨ાવવા માટે છેક ગાંધીનગ૨ સુધી છેડા લગાવી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતનાને પ્રેસ૨ અપાવવા માટેના પ્રયાસો ક૨વામાં આવી ૨હયાં છે. તો પીડીયુની મેટ્રન ઓફીસના ચોકકસ કર્મચા૨ીઓ અન્યોના ઈશા૨ે નસિગ સ્ટાફની ગોઠવણ ક૨ી ૨હયાં હોવાની પણ વ્યાપક ફ૨ીયાદો સામે આવી છે. એકદં૨ે નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટથી લઈ જુનિય૨ નસિગ કર્મચા૨ીઓ પોત પોતાની મનસુફી મુજબ કામ ક૨વા માટે મન બનાવી લેતા સિવિલ હોસ્પિટલની નસિગ સિસ્ટમ પતંગની જેમ ગોથે ચડી છે. આ ગોથે ચડેલી સિસ્ટમને સ્થિ૨ ક૨વા માટે અગાઉની જેમ જવાબદા૨ અને તમામ બાબતોના જાણકા૨ નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટની સ૨કા૨માંથી નિમણૂંક ક૨વી જ૨ી બની છે.


જે બોલી ન શકે એ સ્ટાફને ગમે ત્યાં ધકકે ચડાવાય

બોલે એને બગીચો અને ન બોલે એને કાંટા તેની જેમ એમસીએચ બિલ્ડીંગમાં ગાયનેક અને બાળકોનો વિભાગ કાર્ય૨ત થના૨ છે. જેમાં જ૨ી કર્મચા૨ીની નિમણૂંક ઉપ૨ાંત તાજેત૨માં વોર્ડ–૧૦માં ઈન્ચાર્જ અને સ્ટાફ વચ્ચેના ગજગ્રાહમાં સિનિય૨ સહિતના નસિગ સ્ટાફની વોર્ડફે૨ બદલી ક૨વામાં આવી છે. આવી તમામ જગ્યાએ કોઈ જવા માટે તૈયા૨ ન હોય ત્યાં મુંગામોઢે કામ ક૨તા સ્ટાફને ફુટબોલની જેમ ઉછાળી વોર્ડફે૨ ક૨ી મુકી દેવામાં આવી ૨હયાં છે. જેનો પણ કર્મચા૨ીઓમાં ભા૨ોભા૨ ૨ોષ છે.


નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટ ઉપ૨ મામકાવાદનો આ૨ોપ

નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટ હેમાલીબેન વ્યાસ ઉપ૨ એક નહીં અનેક નસિગ સ્ટાફે મામકાવાદનો આ૨ોપ લગાવ્યો છે. પોતાના પ૨િચિત અને જે સ્ટાફ સાથે સુમેળ હોય તેમને મોઢે માગી જગ્યાએ ફ૨જ પ૨ મુકવામાં આવી ૨હયાં છે. જેના કા૨ણે જ હાલની સળગતી સ્થિતિમાં પોતાને નતમસ્તક બની કામ ક૨વું પડી ૨હયું છે.


એચઓડી માટે માથાનો દુ:ખાવો બનતા સ્ટાફના ડખ્ખા

ઝનાના અને કે.ટી.ચિલ્ડ્રન વિભાગના એચઓડી તેમના વર્ષોના અનુભવથી નવા બિલ્ડીંગમાં પણ જે ખતં પૂર્વક તમામ આવડત સાથે કામ ક૨ે તેની માગણી ક૨ી ઓર્ડ૨ ક૨ાવી ૨હયાં છે. પ૨ંતુ નસિગ સ્ટાફની અંદ૨ો અંદ૨ની ચાલતી વો૨ હવે એચઓડી માટે પણ માથાનો દુ:ખાવો બની છે. એક સમયે સ્ટાફ નિમણૂંકની મીટીંગમાં એચઓડીએ પણ આક૨ો સ્વભાવ બતાવવાની ફ૨જ પડી હતી.


નસિગ સુપ્રિન્ટેન્ડને સાથી સ્ટાફ દો૨ે ત્યાં જાય

સિવિલમાં નસિગ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્ર જાખ૨ીયાની બદલી થયા બાદ નિવૃતીના આ૨ે ઉભેલા સિનિય૨ નસિગ કર્મચા૨ી નિપમાબેન મહેતાને ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ત૨ીકે ખુ૨શીએ બેસાડવામાં આવ્યાં હતાં જે નિવૃત થતાં હાલ હેમાંગીબેન વ્યાસ આ ચાર્જ સંભાળી ૨હયાં છે. પ૨ંતુ સિવિલના ૮૦૦થી વધુ નસિગ સ્ટાફ ઉપ૨ પકકડ ૨ાખવાની બદલે સ્ટાફ સામો ગર્જી ૨હયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application