રાજકોટમાં મહાનગરપાલિકા દ્રારા પેઇડ એફએસઆઇ (લોર સ્પેસ ઇન્ડેકસ) આપવાનું શ કરાયું ત્યારબાદ તેનું પેમેન્ટ વસુલવામાં માટેની કોઇ ચોક્કસ નીતિ અમલી ન હતી પરંતુ હવે અમદાવાદ, વડોદરા અને સુરતની જેમ રાજકોટ શહેરમાં પણ પેઇડ એફએસઆઇ માટેની એક ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી છે અને આ નીતિ અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ દ્રારા સ્ટેન્ડિંગ કમિટીને રવાના કરવામાં આવી છે. એકંદરે છેલ્લા ઘણા સમયથી રાજકોટની બિલ્ડર લોબી દ્રારા આ મામલે રજૂઆતો કરવામાં આવી રહી હતી પરંતુ બિલ્ડર લોબી તેમના ફાયદા માટે રજૂઆતો કરી રહી હતી યારે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ તૈયાર કરેલી નવી નીતિ મહાનગરપાલિકા તંત્રને ફાયદો થાય તેવી અને બિલ્ડર્સનું બીપી વધારે તેવી છે.
નવી નીતિનો સારાંશ જોઈએ તો હાલ સુધી પેઇડ એફએસઆઇની રકમ માટે અનુકૂળતા મુજબના હા કરી આપવામાં આવતા હતા પરંતુ હવે તેવું શકય નહીં બને હવે મહત્તમ એક વર્ષમાં અને ફકત ચાર હામાં સંપૂર્ણ રકમ ચૂકતે કરવાની રહેશે. ૨૫% રકમ ભરપાઈ કર્યા બાદ બાકી રહેતી ૭૫% રકમના હા કરી આપવામાં આવશે.
હાલ સુધી ચાલતી પદ્ધતિ અને નવી નીતિમાં સૂચવેલા ફેરફાર ને તુલનાત્મક ધ્ષ્ટ્રિએ જોઈએ તો હાલ સુધી એવું ચાલતું હતું કે ૧.૮ એફએસઆઈ મળવાપાત્ર હોય અને બિલ્ડરને ૨.૭ એફએસઆઈ જોઈતી હોય મતલબ કે ૦.૯ પેઇડ એફએસઆઈ જોઈતી હોય તો તેને નિયમ મુજબ જંત્રી દરના ૪૦% રકમ પ્રતિ ચોરસ મીટર મુજબ વસૂલીને એફએસઆઈ આપવામાં આવતી હતી, યારે પેઈડ એફએસઆઇની રકમ ચૂકવવા માટે બિલ્ડરની અનુકૂળતા મુજબ હા કરી આપવામાં આવતા હતા અને જે પ્રોજેકટ માટે પેઇડ એફએસઆઇ લેવામાં આવી હોય તે પ્રોજેકટમાં મૂળભૂત મળવા પાત્ર નિર્ધારિત એફએસઆઇ મુજબનું બાંધકામ પૂર્ણ થાય અને પેઇડ એફએસઆઇ મુજબનું વધારાનું બાંધકામ શ થાય ત્યારબાદ બિલ્ડર દ્રારા નક્કી કરાયેલા હા મુજબ પેઇડ એફએસઆઇની રકમની ચુકવણી કરવામાં આવતી હતી
અગાઉના મંજૂર મામલામાં વ્યાજ નહીં
દરખાસ્ત મંજુર થયેથી ઠરાવ થયાની તારીખ બાદ, જે કિસ્સાઓમાં અગાઉ હા મંજુર થયેલ હોય પરંતુ હા ભરવાની પ્રક્રિયા ચાલુ હોય તેવા કિસ્સાઓમાં જો અરજદાર ઠરાવ થયાની તારીખથી એક માસ સુધીમાં બાકી રહેલ તમામ હાઓની રકમ એક સાથે ભરપાઈ કરી આપે તો તેની ઉપર કોઈપણ પ્રકારનું વ્યાજ વસુલવાનું રહેતું નથી પરંતુ જો અરજદાર હાની પ્રક્રિયા ચાલુ રાખવા માંગતા હોય તો હાની રકમ પર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ બે ટકા વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે તે અથવા મીનીમમ ૬.૫૦ ટકા બેંક રેઈટ બે ટકા વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે, એ બંનેમાંથી જે મહત્તમ વ્યાજદર હોય તે દર મુજબનું વ્યાજ ભરવાનું રહેશે
પૂર્ણ રકમ ભર્યેથી જ બીયુ સટિર્. મળશે
હાની રકમના પોસ્ટ ડેટેડ ચેક જે તે અરજદારએ વિકાસ પરવાનગી મેળવતા પહેલા મહાપાલિકામાં જમા કરાવવાના રહેશે. જે કોઈ કિસ્સામાં નિયત કરેલ હાનો સમયગાળો પૂરો થાય તે પહેલા બી.યુ.સી. આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સાઓમાં તમામ હાની રકમની વસુલાત કાર્ય બાદ જ બી.યુ.સી. આપવાનું રહેશે
નવી નીતિ માટે કમિશનરને વધુ સત્તા સોંપાશે
ચાર્જેબલ એફએસઆઇની વધારાની રકમ ભરપાઇ કરવા માટે તથા મંજુર તથા અમલી ટીપી સ્કિમોમાં ઇન્ક્રીમેન્ટલ ચાજીર્સની રકમ ભરવા માટે તેમજ વહીવટી સરળતાના હેતુથી નીતિવિષયક કાર્યપદ્ધતિ વિગેરે નક્કી કરવા મ્યુનિ. કમિશ્નરને સત્તા આપવા અંગે સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં જરી ઠરાવની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરાશે તેમ જાણવા મળે છે
રૂા.૨૫ લાખ સુધીની રકમમાં હપ્તે નહીં
રાજકોટ મહાપાલિકામાં પણ ચાર્જેબલ એફએસઆઇ તથા ઇન્ક્રીમેન્ટલ ચાજીર્સની રકમના હા કરી આપવા માટે નક્કી થનારી નવી નીતિમાં .૨૫ સુધીની રકમમાં કોઇ પણ પ્રકારનો હપ્તો કરવાનો રહેશે નહીં
એક વર્ષમાં ચાર હપ્તામાં રકમ ચૂકવવાની રહેશે
પ્રકરણે સક્ષમ સત્તાધિકારીની મંજુરી મળ્યે કુલ ભરવાપાત્ર રકમના ૨૫ ટકા રકમ ભરપાઇ કર્યા બાદ જ બાકી રહેતી ૭૫ ટકા રકમના મહત્તમ એક વર્ષના વધુમાં વધુ ચાર હપ્તા કરી આપવાના રહેશે
હપ્તાની રકમ સિટી ઇજનેર–ટીપીઓ નિયત કરશે
હપ્તાની રકમ ઝોન કક્ષાએ સીટી ઇજનેર દ્રારા તથા મધ્યસ્થ શહેરી વિકાસ ખાતેથી ટીપીઓ દ્રારા મંજુર કરવાની રહેશે પરંતુ જો કોઇ કિસ્સામાં અરજદાર દ્રારા નિયત સમયગાળો એટલે કે એક વર્ષથી વધુ સમયના હાની માંગણી કરે તો ઝોન કક્ષાએ ડે.કમિશનર તથા મધ્યસ્થ શહેરી વિકાસ ખાતામાં કમિશ્નરની મંજુરી મેળવવાની રહેશે પરંતુ કોઇ પણ કિસ્સામાં સમયમર્યાદા બે વર્ષથી વધુ આપવાની રહેશે નહ
હપ્તા ઉપર મહત્તમ વ્યાજ દર વસુલાશે
હપ્તાની રકમ પર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ ૨% વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે તે અથવા મીનીમમ ૬.૫૦ ટકા બેંક રેઇટ બે ટકા વહીવટી ચાર્જ મળીને જે વ્યાજદર આવે, એ બંનેમાંથી જે મહત્તમ વ્યાજદર હોય તે દર મુજબનું વ્યાજ ભરવાનું રહેશે
ચેક બાઉન્સ થયે પ્રતિ માસ ૧૮ ટકા પેનલ્ટી
જે કિસ્સાઓમાં ચેક બાઉન્સ થાય ત્યારે બાઉન્સ થયેલ ચેકમાં ઉલ્લેખિત રકમ પર ૧૮ ટકા પેનલ્ટી પ્રતિ માસ મુજબ વસુલવાની રહેશે એટલે કે ચેક બાઉન્સના દિવસથી ત્રીસ દિવસ વચ્ચેના કોઇ પણ સમયગાળા માટે ૧૮ ટકા પ્રતિમાસ વ્યાજ ગણવાનું રહેશે
બોર્ડમાં ઠરાવ થયાના એક મહિનામાં અમલ થશે
દરખાસ્ત મંજુર થયા બાદ ઉપરોકત ઠરાવની અમલવારી આગામી જનરલ બોર્ડમાં મંજુરી મળ્યેથી ત્યારબાદના માસની પ્રથમ તારીખથી લાગુ કરવામાં આવશે. ઘટિત નિર્ણય અર્થે સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે. સંભવત: સપ્ટેમ્બરમાં મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં આ અંગેની દરખાસ્ત આવશે
બેન્ક રેઈટમાં થતાં ફેરફારો અસરકર્તા રહેશે
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા જાહેર કરવામાં આવેલ પ્રવર્તમાન બેંક રેઈટ ૬.૫૦ ટકા મુજબ લેવાનો થાય છે. જેમાં ભવિષ્યના ફેરફાર મુજબ બાંધકામ કરનારેઅરજદારે ચૂકવાનું કરવાનું થશે.દર વર્ષની ૩૧મી માર્ચ મુજબનો રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા જાહેર કરવામાં આવેલ બેંક રેઈટ ત્યારપછીના નાણાંકીય વર્ષ (૧ એપ્રિલ થી ૩૧ માર્ચ) માટે લાગુ પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech