જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
વર્ષ 2003માં મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ 2004માં ભાજપ સત્તામાં આવ્યો અને 2009માં કોંગ્રેસે શાસન સંભાળ્યું. જો કે, 2014 અને 2019માં ભાજપે શાસનની ધુરા સંભાળી. હવે 2025માં પણ ભાજપની જીત થતા ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો છે. જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું. જોકે, ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના પુત્ર પાર્થને ટિકિટ આપી હતી. પરંતુ તેમનો પરાજય થતા કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ ઉભા થયા છે. ગિરીશ કોટેચા 1 કોંગ્રેસમાંથી 5 વાર ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.
16 ફેબ્રુઆરીએ જુનાગઢ મનપાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 44.32 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 60 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની 52 બેઠકો માટે 165 ઉમેદવારોના ભાવિનો ફેસલો 18 ફેબ્રુઆરીના થયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કર્યા બાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવી હતી. મત ગણતરી કુલ 14 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. જુનાગઢ મનપાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી છે. જ્યારે કોંગ્રેસે 11 અને આપે 1 બેઠક પોતના નામે કરી છે.
52 બેઠકો માટે ભાજપના 51, કોંગ્રેસના 49, આમ આદમી પાર્ટીના 30 અને અન્ય ઉમેદવારો મેદાનમાં હતા. વોર્ડ નંબર 3 અને 14ની બે પેનલના કુલ 8 ઉમેદવારો બિનહરીફ થયા હતા, મહાનગરપાલિકા વિસ્તારમાં પોસ્ટલ બેલેટ માટે 765 અરજીઓ મળી હતી, જેમાં તંત્ર દ્વારા કુલ 817 પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવ્યા હતા. આમાં 69 સર્વિસ વોટર અને 748 અન્ય મતદારોનો સમાવેશ થયો હતો. કુલ 414 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેમાં 186 મત પોસ્ટ મારફતે અને 282 મત રૂબરૂમાં નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech