ઓગસ્ટથી નવા જંત્રી દર અમલમાં આવે તેવી શકયતા: દરમાં જંગી વધારાની ભીતિ

  • May 23, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત ફેબ્રુઆરી મહિનામાં રાજય સરકાર દ્રારા જંત્રીના દરો માં બમણો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ રાયના મહેસુલ વિભાગ દ્રારા સર્વેની કામગીરી શ કરવામાં આવી હતી આ સર્વે બાદ રાજય સરકારને તમામ જિલ્લ ા કલેકટરો દ્રારા રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે અને આગામી ઓગસ્ટ મહિના સુધીમાં સુધારેલાના નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે રાયના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના આધારે લાગુ પડવાના પરિણામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજારભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે ગ્રામીણ વિસ્તારમાં આ જંત્રીના ઘરો ઘટી શકે તેમ છે અત્રે નોંધવું જરી છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી રાય સરકાર દ્રારા જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આપવામાં આવશે.


કલેકટર કચેરી અને મહેસુલ વિભાગ દ્રારા છેલ્લ ા એક વર્ષથી સર્વેની કામગીરી ચાલી રહી હતી સંબંધિત ક્ષેત્ર રિયલ એસ્ટેટ સંકળાયેલા સ્ટેટ હોલ્ડર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી જંત્રીના દરોની મોજણીના આધારે દર નક્કી કરવામાં આવ્યા છે. પાછલા ફેબ્રુઆરી મહિનામાં એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૩ માં આ જંત્રીનો વધારો કરાયો છે તે પૂર્વે એપ્રિલ ૨૦૧૧માં તેમાં સુધારો કરાયો હતો ગત વર્ષે એકી સાથે જંત્રીના દરમા વધારો થતા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર પોરબંદર સહિતના પોર્સ વિસ્તારમાં જંત્રીના વધારાના કારણે બજારભાવો ખૂબ ઉચા આવ્યા હતા પણ તેની સાપેક્ષે જંત્રી ખૂબ નીચી રહી હતી સાયન્ટિફિક પદ્ધતિથી થયેલી મોજણીના આધારે હવે તાત્કાલિકના ધોરણે નવી જંત્રી લાગુ કરવામાં આવનાર છે.

ગુજરાત રાયમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે આગામી ઓગસ્ટ મહિનામાં આ નવા જંત્રીના દર લાગુ કરવા માટે સરકાર મક્કમ પડે આગળ વધી રહ્યા ના સંકેત મળી રહ્યા છે આ જંત્રી કયાં કયાં વધશે જેમાં કે મહાનગરો ના પોર્સ વિસ્તારો મહાનગરની આસપાસની અર્બન ઓથોરિટી મોટી નગરપાલિકાઓ યાં રિયલ એસ્ટેટ તક છે તેમજ ખૂબ મોટું રોકાણ આવી શકે છે તેમ છે તથા નવી જાહેર થનારી મહાનગરપાલિકા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્માર્ટ સિટી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વગેરેમાં આ વધારો લાગુ પડશે.

આ જંત્રી દરિયાઈ કાંઠા વિસ્તાર ગ્રામીણ વિસ્તાર મીઠાના અગરો ધરાવતી જમીન મહાનગરના જુના શહેરી વિસ્તારો યાં વિકાસની તક ખૂબ જ મર્યાદિત છે. આંતરિયાળ ગામડા વિસ્તારમાં જંત્રીના દરો નો વધારો લાગુ પડશે નહીં.ગુજરાત સરકારે ૨૦૧૧ના વર્ષમાં જંત્રી દર વધાર્યા પછી વખત બજારનો અભ્યાસ કરને જંત્રીને દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ દરમાં વધારો થયો નહોતો ખૂબ જ લાંબા ગાળા એટલે કે ૧૨ વર્ષ પછી દરમાં વધારા કરવામાં આવતા વિરોધનો શ થયો હતો પરિણામે રાયના મહેસુલ વિભાગે આમાં રીસર્વેની કામગીરી શ કરી હતી જેનો અહેવાલ રાય સરકારને સુપ્રત કરી દેવાયો છે હવે આગામી દિવસોમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનાથી આ નવી જંત્રી લાગુ કરાય તેવા સંકેત સચિવાલય વર્તુળ માંથી મળી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application