રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં મોટા મોવા ટીપી સ્કીમ નં.૨૪ અંગેની દરખાસ્ત તેમજ વોર્ડ નં.૨ ના અમરજીત નગરમાં હેતુફેર અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી આ બંને દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થઇ હતી.
મોટા મવા ટીપી સ્કીમ નંબર–૨૪ની દરખાસ્ત મામલે કોર્પેારેટર નેહલ શુકલએ સવાલો ઉઠાવ્યા હતા અને ખાસ કરીને મોટા મવા ટીપી સ્કીમ નં.૨૪ વિસ્તારમાં પ્લોટ વેલીડેશન થાય છે કે નહીં ? તેમજ હાલ સુધીમાં કેટલા પ્લાન આ ટીપી વિસ્તારમાં ઈન્વર્ડ થયા છે ? તેમાંથી કેટલા મંજુર થયા છે અને કેટલા રિજેકટ થયા છે ? તે સહિતની વિગતો માંગી હતી. આ સવાલોના જવાબ આપવા માટે ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર પંડાએ પ્રયાસો કર્યા હતા પરંતુ આંકડાકીય વિગતો તેમની પાસે ઉપલબ્ધ ન હોય રેકર્ડમાં ચકાસીને બોર્ડ મીટીંગ પૂર્ણ થયા બાદ એક કલાકમાં જવાબ આપશે તેવો પ્રત્યુતર આપ્યો હતો.
યારે અમરજીત નગર અંગેની દરખાસ્તમાં જણાવ્યું હતું કે રાજકોટની નગર રચના યોજના ક્રમાંક–૧ આખરીના અંતિમ ખડં નંબર–૧૦૮૫ કે જે બસ ટર્મિનસના હેતુનો પ્લોટ છે તે હેતુમાંથી રહેણાંક વેચાણ હેતુ માટે જમીનનો હેતુફેર વેરિડ કરવા દરખાસ્ત છે, અમરજીત નગરની આ દરખાસ્ત આજે મળેલી બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
જનરલ બોર્ડ મિટિંગમાં કુલ ૨૨ દરખાસ્તો રજૂ થઈ હતી તેમાં એજન્ડામાં ક્રમાંક નંબર પાંચ ઉપર રાજકોટ મહાનગરપાલિકાની હદમાં નવા બાંધકામોને મંજૂરી માટે વસૂલવામાં આવતી બેઝ એફએસઆઈની ઉપર વધારાની એફએસઆઇની રકમ નક્કી કરવા તથા ટીપી સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જિસની રકમ વસૂલવા અંગેની નવી નીતિ નક્કી કરવા અંગેની દરખાસ્ત રજૂ થઈ હતી જે પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી
મોટામવા ટીપી સ્કિમ નં.૨૪ની દરખાસ્તમાં શું લખ્યું છે ?
કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪–મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ્ર સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.૧૨ તા.૦૬૦૯૨૦૨૪ લક્ષમાં લેવામાં આવે છે. આ સંબંધમાં રિપોર્ટ કરતા કમિશનરશ્રી જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકાની મુસદ્દાપ નગર રચના યોજના નં.૨૪–મોટા મવા(રાજકોટ)ને સરકારશ્રી દ્રારા તા.૦૩૧૧૨૦૧૬થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.૨૨૧૨૨૦૧૬થી નગર રચના અધિકારીશ્રીની નિમણુકં કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્રારા સદરહત્પ નગર રચના યોજના વિસ્તારને કામચલાઉ પુન:રચના(પ્રારંભિક)ની દરખાસ્તો તૈયાર કરી, નગર રચના અધિકારી, રાજકોટના પત્ર નં.નરયોનં–૨૪(મોટા મવા)આર.એમ.સી. કાપુ.પરામર્શ૧૧૭૪, તા.૨૦૦૪૨૦૨૪થી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. નગર રચના અધિકારી તરફથી પાઠવેલ પરામર્શની વિગતો, ખર્ચની વિગતો, પત્રકો, તેમજ મંજુર થયેલ મુસદ્દાપ નગર રચના યોજનાના નોટીફીકેશનના મુદ્દાઓ ધ્યાને લઈ, નગર રચના અધિકારી પાઠવવાનો થતો કામચલાઉ પરામર્શની દરખાસ્ત અન્વયેનો અમારો અભિપ્રાય પત્રક–૧ તથા પત્રક–રથી આ સાથે સામેલ છે તેમ જણાવી, જેની મંજુરી અંગે જરી ઠરાવ અર્થે, કમિશનરશ્રીએ પ્લાનીંગ કમિટી મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરેલ છે. કમિશનરશ્રીનો ઉપરોકત રિપોર્ટ લક્ષમાં લેતા, કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪– મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ્ર સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવાના કામે, નગર રચના અધિકારીશ્રી તરફથી પાઠવેલ પરામર્શની વિગતો, ખર્ચની વિગતો, પત્રકો, તેમજ મંજુર થયેલ મુસદ્દાપ નગર રચના યોજનાના નોટીફીકેશનના મુદ્દાઓ ધ્યાને લઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આ દરખાસ્ત સાથે સામેલ રાખેલ પત્રક–૧ તથા પત્રક–૨ મુજબ પરામર્શ આપવા આ કમિટી સામાન્ય સભાને ભાલમણ કરે છે. ઘટિત નિર્ણય અર્થે, સામાન્ય સભામાં રજુ કરવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech