રાજકોટના વતની અને હાલ દિલ્હી એઇમ્સમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. રાજ મનસુખભાઇ ઘોણિયા (ઉ.વ.૩૪)એ ગઇકાલે દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં આવેલા ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે એઇમ્સ ખાતે મોકલી તપાસ હાથ ધરવામાં આવતા ડો.રાજ ઘોણિયાએ વધુ પડતી દવાનો ડોઝ લઇ સ્યુસાઇડ કર્યાનું સામે આવ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં મારા આપઘાત કરવા પાછળ કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યેા છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી બનાવની જાણ પરિવારને કરતા રાજકોટ સ્થિત પરિવાર દિલ્હી ખાતે દોડી ગયો હતો. આશાસ્પદ પુત્રએ ભરેલા પગલાંને લઈ પરિવારમાં આક્રદં સર્જાયો હતો. રાજકોટ સ્થિતિ પરિચિતના જણાવ્યા મુજબ ડો.રાજ ઘોણીયા છ મહિના પહેલાં જ એઇમ્સમાંથી ન્યુરો સર્જન તરીકેની એસઆરશીપ પુરી કરી ૧૫ દિવસ પૂર્વે જ યુએસમાં ટ્રેનિંગ લઈને પરત ફર્યા હતા. ડો.રાજએ લવમેરેજ કર્યા હતા અને પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજિસ્ટ છે. રક્ષાબંધન હોવાથી પત્ની રાજકોટ આવી હતી ત્યારે ડો.રાજએ પાછળથી પગલું ભરી લીધું હતું. ડો.રાજના પિતા રાજકોટ દુરદર્શનના કર્મચારી છે. ગઇકાલથી પત્ની પતિ રાજને ફોન કરતી હતી પરંતુ ફોન ઉપડતો ન હોવાથી પરિચિત અને ત્યાં નજીકમાં જ રહેતા ડો.આકાંશાને ફોન કરી ઘરે જઈ સંપર્ક કરાવવા માટેનું કહ્યું હતું. ડો.આકાંશા ઘરે જતા દરવાજો બધં હતો બાદમાં અન્ય લોકોની મદદથી દરવાજો તોડીને અંદર જોતા ડો.રાજ બેભાન હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તબીબ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. બનવાની જાણ થતા જ રાજકોટ તેમજ દિલ્હી એઇમ્સના સાથી તબીબો, મિત્રોમાં શોક છવાયો છે. ડો.રાજ નો મૃતદેહ લઈને પરિવાર સાંજે રાજકોટ આવશે અને રાજનગર પાસે આવેલી વિવિધ કર્મચારી સોસાયટીમાંથી તેમની સ્મશાન યાત્રા નીકળશે. વધુમાં આપઘાતનું કારણ જાણવા દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech