જ્યારે લોકો કોઈ દૂરના વિસ્તારમાં કે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જાય છે ત્યારે તેમને ઘણીવાર મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ હવે મોબાઈલમાં સિગ્નલ ન આવવાની સમસ્યા અંગે ચિંતા કરવાની જરૂર નહિ રહે. દૂરસંચાર વિભાગ (ડીઓટી) એ દૂરસ્થ વિસ્તારો માટે ઇન્ટ્રા-સર્કલ રોમિંગ સેવા શરૂ કરી છે, જે જાન્યુઆરી 2025 માં શરૂ કરવામાં આવી હતી. આઈસીઆર સેવા દ્વારા, મોબાઇલ વપરાશકર્તાઓને કોઈપણ દૂરસ્થ વિસ્તારમાં વધુ સારી કનેક્ટિવિટી મળશે અને નેટવર્કની ગેરહાજરીમાં, તેઓ અન્ય ટેલિકોમ કંપનીના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.
તમે ગમે તે ટેલિકોમ કંપનીનું સિમ વાપરતા હોય નેટવર્ક કનેક્ટિવિટીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઇન્ટ્રા સર્કલ રોમિંગમાં, એક મોબાઇલ ઓપરેટરના સિમ કાર્ડનો ઉપયોગ કરનાર યુઝર્સ બીજા મોબાઇલ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરીને મોબાઇલ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ ઓપરેટરો સાથે મળીને મોબાઇલ યુઝર્સ માટે ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જોકે, આ સુવિધા ફક્ત ડિજિટલ ભારત નિધિ દ્વારા સ્થાપિત મોબાઇલ ટાવર્સ પરથી જ ઉપલબ્ધ થશે. આ સેવામાં જિઓ, એરટેલ, વીઆઈ અને બીએસએનએલ જોડાયા છે.
જોકે, યુઝર્સને આઈસીઆર સેવા દ્વારા ફક્ત 4જી કનેક્ટિવિટી મળશે. યુઝર્સ 5જી ઇન્ટરનેટનો લાભ લઈ શકશે નહીં. યુઝર્સને કોલ અને એસએમએસમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ માટે કોઈ રોમિંગ ચાર્જ લાગશે નહીં. ડિજિટલ ઇન્ડિયા ફંડ દ્વારા દેશભરમાં લગભગ 27,000 4જી મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 35,000 થી વધુ ગામડાઓને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સેવા દ્વારા યુઝર્સ કુદરતી આફતો દરમિયાન પણ જોડાયેલા રહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જોગવડમાં ખૂંટિયા અડફેટ ઇજાગ્રસ્ત વ્યકિતને બ્રેન હેમરજ, અંગદાન કરવામાં આવ્યું
March 29, 2025 12:53 PMનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 29, 2025 12:38 PMએસટી બસ મુસાફરીમાં ભાડામાં ૧૦ ટકાનો વધારો
March 29, 2025 12:30 PMરાજકોટ : નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવા આવશ્યક
March 29, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech