ત્રણ માસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1272 ગુનાનો ભેદ ઉકેલતી જૂનાગઢની નેત્રમ શાખા

  • October 21, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીસીટીવી કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને રાયના ડીજીપીના હસ્તે સતત ૧૩મો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૮ એવોર્ડ પ્રા કરીને જુનાગઢ પોલીસનું નામ રોશન કયુ છે.
ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ્ર કામગીરી કરવામાં દર ત્રણ મહિને રાયના ડીજીપી વિકાસ સહાયના હસ્તે એવોર્ડ આપવામાં આવે છે જુનાગઢ નેત્રમ શાખા હેડકવાટર ટીવાયએસપી પટણીના માર્ગદર્શન હેઠળ  નેત્રમ શાખાની ટીમના પી.એસ.આઇ ની ટીમ દ્રારા રાઉન્ડ કેમેરા પર બાજ નજર રાખી ગુન્હા નો ભેદ ઉકેલે છે. રાયના તમામ જિલ્લ ાઓમાંથી એક એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે સીસીટીવીનો ઉત્કૃષ્ટ્ર ઉપયોગ કરી કેસ ઉકેલવામાં નેત્રમ શાખાને દ્રિતીય નંબર આપવામાં આવ્યો હતો. નેત્રમ શાખા દ્રારા ત્રણ મહિના દરમિયાન તીસરી આંખની મદદથી ૧૨૭૨ કેસ ઉકેલવામાં સફળતા મળી હતી અને ૫.૭ કરોડની રકમનો મુદ્દા માલ રિકવર કરી માલિકને આપવામાં આવ્યો હતો. જે બદલ બીજેપી વિકાસ સહાય દ્રારા નેત્રમ શાખાને સતત ૧૩ મો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આઈજી નિલેશ ઝાંઝડીયાના માર્ગદર્શન અને એસપી હર્ષદ મહેતાના નિદર્શન હેઠળ ગુનાનો ભેદ ઉકેલવામાં નેત્રમ શાખાની ટીમના પીએસઆઇ પ્રતીક મશ, ટેકનિકલ ઓપરેટર પ્રતીક કરંગીયા, વર્ષાબેન વઘાસિયા, રામશીભાઈ ડોડીયા, રાહત્પલ ગીરી મેઘનાથી, વિક્રમ ઝિલડીયા, જાનવીબેન પટોડીયા, હરસુખભાઈ સિસોદિયા, શિલ્પાબેન કટારીયા, હાર્દિકસિંહ સિસોદિયા, અંજનાબેન ચૌહાણ, પાયલબેન વકાતર, તણભાઈ ડાંગર, વિજય છૈયા, ગીરીશભાઈ કલસરિયા, સુખદેવભાઈ, પલબેન છૈયા, નરેન્દ્રભાઈ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, ખુશ્બુબેન બાબરીયા, મિતલબેન ડાંગર, એન્જિનિયર રેયાઝ અન્સારી, મસુદ અલીખાન પઠાણ, નીતલબેન મહેતા, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જૈમીનભાઇ ગામી, સતિષભાઈ ચૌહાણ સહિત ૨૯ સભ્યોના સ્ટાફ દ્રારા રાઉન્ડ ધ કલોક સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરી કામગીરી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application