જામનગર-જામજોધપુરમાં દારુની બોટલો સાથે નેપાળી અને વેપારી પકડાયા

  • December 29, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખાબાવળ, બાવરીવાસ અને જાગૃતીનગરમાં દેશી દારુ બાબતે દરોડા

જામનગરના એમઇએસ રોડ પરથી એક શખ્સને દારુની બોટલ સાથે અને જામજોધપુરમાં એક વેપારી ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે ઝપટમાં આવ્યો હતો ઉપરાંત લાખાબાવળ, બાવરીવાસ અને જાગૃતીનગરમાં દેશી દારુ, આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે લેવાયા હતા.
જામનગરના મારુ કંસારા હોલ પાછળ આલાપ એવન્યુમાં ભાડેથી રહેતા પદમ બહાદુર ઝપટ સાઉદ (ઉ.વ.૩૧) નામના નેપાળી શખ્સને ઇંગ્લીશ દારુની ૧ બોટલ સાથે રણજીતસાગર રોડ, એમઇએસ ગેઇટ નજીકના માર્ગ પરથી સીટી-એ પોલીસે દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં જામજોધપુરની તિરુપતી સોસાયટીમાં રહેતા વેપારી વિજય જમનાદાસ પાડલીયા (ઉ.વ.૫૦)ને અંગ્રેજી દારુની ૩ બોટલ સાથે યાર્ડ નજીક સરકારી ગોડાઉન પાસેથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના લાખાબાવળ ગામમાં રહેતા વનરાજસિંહ ભુરુભા જાડેજા (ઉ.વ.૪૯)ના ભોગવટાના વાડામાં પોલીસે દરોડો પાડી દારુ બનાવવાનો ૩૦ લીટર આથો કબ્જે કર્યો હતો જયારે ખુલ્લી ફાટક બાવરીવાસમાં રહેતી લાજવંતી રમેશ પરમારને ત્યાંથી ૫ લીટર દેશી દારુ, ૬૫ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા, જાગૃતીનગરમાં રહેતી ગંગાબેન મહેન્દ્રસિંહ વઢીયારના મકાનેથી ૭ લીટર દેશી દારુ, ૭૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો પોલીસે જપ્ત કર્યા હતા.
***
જામનગરમાં વિદેશી શરાબની બોટલો સાથે વેપારી સહિત બે પકડાયા

જામનગરના દિ.પ્લોટ ૫૮માં એક મકાનમાં પોલીસે દરોડો પાડી એક શખ્સને શરાબની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો જેમા સપ્લાયરનું નામ ખુલ્યુ હતું સંગમ બાગ નજીક એક શખ્સ દારુની બાટલી સાથે પકડયાો હતો જેમા પણ એકની સંડોવણી સામે આવી હતી જયારે લાલપુરમાં દારુની ૩ બોટલ સાથે જામનગરનો શખ્સ ઝપટે ચડયો હતો.
જામનગરના દિ.પ્લોટ-૫૮માં રહેતા ચિરાગ વિજય કટારમલને ઇંગ્લીશ દારુની ૧૦ બોટલ સાથે તેના રહેણાંક મકાનેથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો, આ દારુનો જથ્થો રણજીતનગરમાં રહેતા લખન મેંગર નામના શખ્સે પુરો પાડયો હતો જેને પકડવા તપાસ લંબાવવામાં આવી છે.
બીજા દરોડામાં જામનગરના રણજીતસાગર રોડ, આશીર્વાદદીપ-૪ ખાતે રહેતા વેપારી રવિ રાજુ દલવાણીને વિદેશી દારુની એક બોટલ સાથે સંગમ બાગની સામેના રોડ પરથી દબોધી લીધો હતો જેમાં કામદાર કોલોનીમાં રહેતા હિરેન ઇન્દ્રજીત ચંદનનું નામ ખુલ્યુ હતું.
જયારે હાપ રોડ લાલવાડી આવાસમાં રહેતા રીક્ષા ડ્રાઇવર વિવેક જયરાજ ચૌહાણને ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે લાલપુર ચાર થાંભલા પાસેેથી ઝડપી લેવાયો હતો અને દારુ બાબતે પુછપરછ કરી હતી.
***
ધાનપુર પંથકનો દારુનો આરોપી કાલાવડમાંથી ઝડપાયો

દાહોદ જિલ્લાના ધાનપુર પંથકનો નામીચો દારુનો  આરોપી કાલાવડમાં આવ્યો હોવાની બાતમીનાં  આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
કાલાવડ ના ઇન્ચાર્જ પીઆઈ જે. એસ. ગોવાણી અને પોલીસ સ્ટાફના મયુરસિંહ, સાજીદભાઇ, પ્રકાશભાઇ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે દાહોદના ધાનપુર પંથકનો નામચીન બુટલેગર કાલાવડ બસ સ્ટેન્ડમાં આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવીને વિનેશ મગનભાઈ માવી (રે. કોતબી, ધાનપુર)ને ઝડપી પાડ્યો હતો .આરોપી સામે દાહોદ જિલ્લામાં દારૂબંધી નિયમ ભંગના પાંચ જેટલા કેસ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
***
ભાટીયામાં વિદેશી દા‚ સાથે બે શખ્સ ઝડપાયા

 કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામેથી પોલીસે ભીમાભા મોમૈયાભા માણેક (રહે. મુળવાસર) અને ભગતભા અનુભા સુમણીયા (રહે. રંગાસર) ને રૂપિયા ૩,૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની આઠ બોટલ તથા રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના એક મોટરસાયકલ અને રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ સાથે સહિત કુલ રૂપિયા ૩૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application