રાજકોટના જુના મોરબી રોડ પર સિટી સ્ટેશન નજીક રહેતો કુખ્યાત શખસ ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો પોલીસનો પણ કોઇ દાબ ન હોય તે રીતે સમયાંતરે હુંમલાઓ કે આવા ગુનાઓ આચરતો રહે છે. ગઇકાલે રાત્રે ફરી પાડોશમાં ગણેશનગર સી૧૧માં રહેતા દલિત યુવક અને તેના માતા પિતા પર સાગરીતો સાથે મળી ઇભલાએ તલવાર, ધોકા સહિતના હથિયારો વડે ખુની હત્પમલો કરી પાડોશી પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાના આરોપસર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
હત્પમલામાં ઇજાગ્રસ્ત યોગેશ હરજીવનભાઇ મકવાણા (ઉ.વ.૪૩)એ ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કરીમભાઇ તેના ભાઇ ફિરોઝ તથા અન્ય બે અજાણ્યા શખસો સામે બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના આરોપસર ફરિયાદ નોંધાવી છે. જે વિગતો મુજબ યોગેશ સિકયુરિટી કંપનીમાં નોકરી કરે છે. સંયુકત પરિવારમાં રહે છે. માતા મકાનમાં નીચેના ભાગે કરિયાણાની દુકાન તથા પિતા દરજીકામની દુકાન ચલાવે છે.
ગઇકાલે મોડી સાંજે ઇભલો દુકાને ધસી આવ્યો હતો અને તમારી દુકાને ભૈયાઓને કેમ ઉભા રાખો છો ? બેસાડો છો કહી માથાકુટ કરતો હતો. જેથી તે બધા ગ્રાહકો હોવાનું સમજાવતા ઇભલો ઝગડો કરવા લાગ્યો હતો. માતા વચ્ચે પડતા ઇભલાએ તેને બે–ત્રણ ફડાકા મારી દીધા હતાં. ત્યારબાદ ઇભલો ત્યાંથી ચાલ્યો ગયો અને થોડીવારમાં તલવાર તથા લાકડાના ધોકા લઇ તેના ભાઇ ફીરોઝ અને અન્ય બે શખસો સાથે ધસી આવ્યો હતો. ઇભલાના હાથમાં રહેલી તલવાર ફીરોઝે આંચકી લીધી હતી. તલવારથી માથાના ભાગે બે ઘા કર્યા હતાં. જયારે ઇમલાએ લાકડાના ધોકાથી હાથ, પગ, વાંસાના ભાગે આડેધડ ઘા ઝીંકયા હતાં.
યોગેશના વૃધ્ધ પિતાને પણ ઇભલાએ લાકડીના ઘા ફટકાર્યા હતાં અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને રાડો પાડી ધમકી આપી રહ્યો હતો કે આજે તમને પુરા કરી નાખવા છે. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવારમાં ખસેડાયો હતો. જયાં બી ડિવિઝન પોલીસે યોગેશની ફરિયાદ આધારે કુખ્યાત બંધુ સહિત ચાર સામે ગુનો નોંધાવ્યો હતો. બનાવની ગંભીરતાને લઇ વિસ્તારમાં ચુસ્ત જો ગોઠવી દેવાયો હતો. આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
ગઇકાલે મોડી સાંજ બાદ આતકં મચાવનાર ઇભલાની સામે વિસ્તારમાં રોષ ફેલાયો છે. વિસ્તારવાસીઓ પણ બનાવના પગલે રસ્તા પર આવી ગયા હતાં. એવા આક્ષેપો કર્યા હતાં કે અગાઉ પણ ઘણી વખત ઇભલો અને તેનો પરિવાર ગેન્ગ દ્રારા હત્પમલાઓ કરાયા છે. પોલીસની કોઇ પકડ ન હોય અથવા તો થોડો સમય વિત્યે ફરી પોતાનો ખોફ ફેલાવવા માગતો હોય તે રીતે માથાકૂટો કરે છે. પોલીસે આ વિસ્તારમાં વધુ કડકાઇ દાખવવાની જરૂર છે. કુખ્યાત ઇબ્રાહીમ ઉર્ફે ઇભલા સામે લૂંટ, હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુનાઓ નોંધાઇ ચૂકયા છે. પાસામાં પણ જઇ ચૂકયો છે. સમયાંતરે સાગરિતો સાથે મળીને ગુનાહિત કૃત્ય આચારતા ઇભલા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની માગણી ઉઠી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech